સુપ્રીમ કોર્ટના જજે એક કાર્યક્રમમાં સંવૈધાનિક સંસ્થાઓ મુદ્દે આપ્યું મહત્વનું સંબોધન
નવી
દિલ્હી, તા. 4 : જસ્ટિસ બીવી નાગરત્નાએ એક કાર્યક્રમમાં મહત્વનું નિવેદન આપતા કહ્યું
હતું કે ચૂંટણી પંચ જેવી સંસ્થાઓએ સ્વતંત્ર રૂપથી કામ કરવું જોઈએ અને તેના ઉપર રાજનૈતિક
પ્રતિક્રિયાઓની કોઈ અસર પડવી જોઈએ નહી. જસ્ટિસ નાગરત્નાએ કહ્યું હતું કે ચૂંટણી માત્ર
સમયાંતરે બનતી ઘટના નથી. આ એક એવું તંત્ર છે જેના માધ્યમથી રાજનીતિક સત્તાનું ગઠન થાય
છે. સંવૈધાનિક લોકતંત્રએ સિદ્ધ કર્યું છે કે સમય ઉપર ચૂંટણી થવાના કારણે સરકારમાં પરિવર્તન
સુચારુ રૂપથી થાય છે. આ પ્રક્રિયા ઉપર નિયંત્રણનો અર્થ વાસ્તવમાં રાજનીતિક પ્રતિસ્પર્ધાની શરતો ઉપર જ નિયંત્રણ છે.
જસ્ટિસ
બીવી નાગરત્ના પટણાની ચાણક્ય નેશનલ લો યુનિવર્સિટીમાં અધિકારોથી ઉપર સંવિધાનવાદ : સંરચના
કેમ મહત્વની છે. વિષય ઉપર ડો. રાજેન્દ્ર પ્રસાદ
સ્મારક વ્યાખ્યાન આપી રહ્યા હતા. તેમણે સંબોધનમાં કહ્યું હતું કે, ચૂંટણી પંચ, કેગ
અને નાણા પંચની ડિઝાઈન એક જેવી છે.આ સંસ્થાઓ બહારના પ્રભાવથી મુક્ત, વિશેષ છે અને એટલે
જ એને એવા ક્ષેત્રની દેખરેખનું કામ સોંપવામાં આવ્યું છે જયાં નિષ્પક્ષતા સુનિશ્ચિત
કરવા માટે સામાન્ય રાજનીતિક પ્રક્રિયાઓ કદાચ
પર્યાપ્ત ન હોય. તેમણે કહ્યું હતું કે આવી મહત્વપૂર્ણ છે કે આવી સંસ્થાઓ સ્વતંત્ર રૂપથી
કામ કરે અને રાજનીતિક પ્રક્રિયાઓથી પ્રભાવિત ન થાય. ભારતના લોકતંત્રમાં ચૂંટણી પંચની
ભૂમિકા ઉપર નિવેદન આપતા જસ્ટિસ નાગરત્નાએ કહ્યું હતું કે ચૂંટણી માત્ર સમયાંતરે બનતી
ઘટના નથી પણ એક એવું તંત્ર છે જેના માધ્યમથી રાજનીતિક સત્તા બને છે.
તેમણે
કહ્યું હતું કે ટીએન શેશન વિરૂદ્ધ ભારત સંઘના મામલામાં સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને
એક અત્યંત મહત્વપૂર્ણ સંવૈધાનિક સંસ્થાના રૂપમાં માન્યતા આપી છે. જેને ચૂંટણીમાં નિષ્પક્ષતા
સુનિશ્ચિત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. જસ્ટિસે કહ્યું હતું કે, ઈતિહાસથી શીખવા
મળે છે કે સંવૈધાનિક માળખાનું પતન ત્યારે થાય છે જ્યારે તેની સંરચનાને નબળી પાડી દેવામાં
આવે છે. સંરચનાનું વિઘટન ત્યારે થાય છે જ્યારે સંસ્થાઓ એકબીજા ઉપર દેખરેખ બંધ કરે છે.
આવા સમયમાં ચૂંટણી થતી રહે છે, અદાલતો કામ કરી શકે છે, સંસદ દ્વારા કાયદા બનાવી શકાય
છે તેમ છતાં સત્તા ઉપર પ્રભાવી રૂપથી અંકુશ રહેતો નથી કારણ કે માળખાગત અનુશાસન હોતું
નથી.