• રવિવાર, 05 એપ્રિલ, 2026

ગુજરાત સામે રાજસ્થાનના 210/6

ક્ષ          ધ્રુવ જુરેલના શાનદાર 75 રન : યશસ્વી જયસ્વાલની અર્ધસદી

અમદાવાદ, તા. 4 :  આઈપીએલ નવમા મુકાબલામાં ગુજરાત ટાઈટન્સ સામે રાજસ્થાને 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 210 રન કર્યા હતા. વૈભવ સુર્યવંશી અને યશસ્વી જયસ્વાલે રાજસ્થાનને સારી શરૂઆત અપાવી હતી. જયસ્વાલે અર્ધસદી કરી હતી. જ્યારે ધ્રુવ જુરેલે તોફાની ઈનિંગ રમતા 42 બોલમાં 75 રન કર્યા હતા. જેની મદદથી રાજસ્થાનનો સ્કોર 200ને પાર થઈ શક્યો હતો.

રાજસ્થાનને પહેલો ઝટકો વૈભવના રૂપમાં લાગ્યો હતો. તે 18 બોલમાં 31 રન કરીને આઉટ થયો હતો. બાદમાં 126ના કુલ સ્કોરે યશસ્વી જયસ્વાલ આઉટ થયો હતો. જયસ્વાલે 36 બોલમાં 55 રન કર્યા હતા. જેમાં ત્રણ છગ્ગા અને 6 ચોગ્ગા ફટકાર્યા હતા. વન ડાઉન ઉતરેલા ધ્રુવ જુરેલે પણ ગુજરાત સામે શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યું હતું. જુરેલે 42 બોલમાં પાંચ ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 75 રન કર્યા હતા. જેની મદદથી રાજસ્થાનનો સ્કોર 20 ઓવરમાં 210 રન સુધી પહોંચ્યો હતો. આ ઉપરાંત સિમરોન હેઠમાયરે 18 રનનું યોગદાન આપ્યું હતું. ગુજરાત તરફથી કગિસો રબાડાએ બે વિકેટ લીધી હતી. જ્યારે સિરાજ,અશોક શર્મા, પ્રસિદ્ધ કૃષ્ણા અને રાશિદ ખાનને એક એક વિકેટ મળી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક