• રવિવાર, 05 એપ્રિલ, 2026

આજે IPL 2026નો પહેલો સુપર સન્ડે

બપોરે હૈદરાબાદ અને લખનઉ વચ્ચે મુકાબલો : સાંજે બેંગલોર અને ચેન્નઈ વચ્ચે ટક્કર

નવી દિલ્હી, તા. 4 : આઈપીએલ 2026ના પહેલા સુપર સન્ડેમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને લખનઉ સુપર  જાયન્ટસ વચ્ચે મહત્વનો મુકાબલો રમાશે. આ મેચ રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. જે પાટા પિચ ગણવામાં આવે છે. આ પિચ ઉપર બેટ્સમેનોને ઘણી મદદ મળે છે અને મોટો સ્કોર બને છે. તેવામાં ટોસ જીતીને ટીમ પહેલા બોલિંગ પસંદ કરશે. બન્ને ટીમના હેડ ટૂ હેડ આંકડા જોવામાં આવે તો કુલ છ મુકાબલામાંથી લખનઉએ ચારમાં જીત મેળવી છે, જ્યારે હૈદરાબાદને માત્ર બેમાં જીત મળી છે. તેનાથી લખનઉનું પલડું ભારે છે.

હૈદરાબાદે આઈપીએલ 2026મા જીતનો સ્વાદ ચાખી લીધો છે. જયારે લખનઉને  હજી પણ જીતની તલાશ છે. હૈદરાબાદની બેટિંગ મજબૂત છે પણ બોલિંગમાં સુધારાની જરૂરીયાત છે. બીજી તરફ લખનઉની ટીમ બેટિંગ અને બોલિંગ બન્નેમાં સંતુલિત લાગી રહી છે. આ ઉપરાંત રવિવારે સાંજે 7.30 વાગ્યે 11મો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે થવાનો છે. આ બન્ને ટી વચ્ચે ગત આઈપીએલમાં બે મુકાબલા થયા હતા. જે બન્ને આરસીબીએ જીત્યા હતા. અંતિમ મુકાબલો બેંગલોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં જ રમાયો હતો. જેમાં આરસીબીએ રોમાંચક અંદાજમાં 213 રનનો સ્કોર ડિફેન્ડ કરીને બે વિકેટે જીત મેળવી હતી. મુકાબલામાં વિરાટ કોહલી, જેકબ બેથેલ અને રોમારિયો શેફર્ડે અર્ધસદીની ઈનિંગ રમી હતી. કુલ આરસીબી અને સીએસકે વચ્ચે 35 મુકાબલા રમાયા છે. જેમાં બેંગલોરે 13 અને ચેન્નઈએ 21માં જીત મેળવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક