ઓમાન સાથે મળીને તૈયાર કરે છે પ્રોટોકોલ : નિયમો અને પ્રક્રિયાને આધીન જહાજો થઈ શકશે પસાર
નવી
દિલ્હી, તા.4: ઈરાન અને ઓમાને મળીને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જળમાર્ગ ખોલવાની પ્રક્રિયા
શરૂ કરી દીધી છે. ઈરાને તાજેતરમાં જ જાહેર કરી દીધું હતું કે, તે ભારત સહિતનાં પાંચ
મિત્ર દેશો માટે હોર્મુઝ સ્ટ્રેટ ખોલી નાખશે. હવે ઓમાન સાથે મળીને ઈરાન હોર્મુઝમાંથી
પસાર થનાર ટ્રાફિકનાં નિરીક્ષણ માટે પ્રોટોકોલ એટલે કે નિયમો-પ્રક્રિયા ઘડવાનું કામ
કરી રહ્યું છે.
ઈરાનનાં
સરકારી મીડિયાનાં અહેવાલ અનુસાર ઈરાનનાં ઉપવિદેશ મંત્રી કાઝેમ ગરીબાબાદીએ જણાવ્યું
હતું કે, તેમની સરકાર પ્રોટોકોલનાં એક મુસદ્દાને આખરી ઓપ આપી રહી છે જ્યારે આ પ્રસ્તાવને
આંતરિક મંજૂરી મળી જશે ત્યારે આનાં માટે ઓમાન સાથે ઔપચારિક ચર્ચાનો
આરંભ
થશે.
ઈરાનની
આ યોજના તેની અગાઉની ઘોષણા અનુસાર જ લાગે છે જેમાં વૈશ્વિક ઓઈલ સપ્લાય માટે હોર્મુઝ
સ્ટ્રેટમાં જહાજોનાં આવાગમન ઉપર નિરીક્ષણ અને સમન્વય રાખવાની વાત હતી. ગરીબાબાદીનાં
કહેવા અનુસાર આ માર્ગનાં ટેન્કર ટ્રાફિકને ઈરાન અને ઓમાન દ્વારા મળીને નિયમિત કરવામાં
આવશે. જો કે આ પ્રક્રિયાનો મતલબ કોઈ પાબંદી નહીં હોય.