કિન્નર હિના બલુચનો દાવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ : 20 ટકા વસ્તી ઉભયલિંગી લેખાવી
ઇસ્લામાબાદ,
તા. 4 : પાકિસ્તાનના કિન્નર કાર્યકર હિના બલુચનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ગતિભેર
વાયરલ થઇ રહ્યો છે, જેમાં હિનાએ દાવો કર્યો છે કે, પાકમાં 80 ટકા વસ્તી સમલૈંગિક છે,
તો 20 ટકા વસ્તી ઉભયલિંગી છે. હિના બલુચનો તર્ક એવો છે કે, સામાજિક દબાણ, ધર્મ અને
પારિવારિક સન્માનની આડમાં પાકિસ્તાની લોકો પોતાની અંદર રહેલી કામુકતા છુપાવીને રાખે
છે. એક મુલાકાતમાં કિન્નર કાર્યકરે પાકના સમાજની આ સ્થિતિને ‘ખુલ્લું રહસ્ય’ લેખાવી
હતી. કામુકતાના સંદર્ભમાં પાકિસ્તાનના લોકો ખૂલીને કંઇ કહેવા નથી માગતા. હિના બલુચે
શરમજનક હકીકતનો ખુલાસો કરતાં કહ્યું હતું કે, પાકમાં કિન્નર સમુદાયના લોકોને ભીખ માગવી,
લગ્નોમાં નાચવું કે વેશ્યાવૃત્તિ જેવાં શોષણકારી કામોમાં ધકેલી દેવાય છે.