39 જેટલા દસ્તાવેજી પુરાવા અને 11 જેટલા સાહેદોને તપાસવામાં આવ્યા
પોરબંદર : પોરબંદરના ગ્રામ્ય પંથકની એક સગીરાનું અપહરણ કરીને
દુષ્કર્મમાં ગુજારવાના ગુનામાં આરોપીને અંતિમ શ્વાસ સુધીની સજા ફટકારવામાં આવી છે.
ગત
તા.19/10/2024 ના ફરિયાદીની સગીરવયની દિકરીને આરોપી વાના ઉર્ફે વનરાજ ભીમાભાઇ કડેગિયાએ
શીશલી ગામ શીંગડા પાટિયા પાસે વાડી વિસ્તાર ખાતેથી લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના
ઇરાદે ભગાડી લઇ જઇ કંડેગીના મકાને લઈ ગયો હતો. રૂમમાં બહેલાવી ફોસલાવી તથા લગ્ન કરવાનું
કહી શરીર સબંધ બાંધવા દેવા કહયું પરંતુ ભોગ બનનાર દવારા ના કહેવા છતાં પણ આ કામના આરોપી
દ્વારા શરીરે અડપલા કર્યા અને મરજી વિરુદ્ધ બળજબરી પૂર્વક તેણીની સાથે એકથી વધુ વાર
શરીર સબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. જે અન્વયે ફરીયાદી દવારા બગવદર પોલીસ સ્ટેશનમાં
ફરિયાદ કરવામાં આવી હતી. જેની તપાસ દરમિયાન આરોપી વિરુદ્ધ પુરતા પુરાવો હોય જેથી આ
કામના તપાસ કરનાર અમલદાર દવારા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
આ કામે
પ્રોસીક્યુશન તરફે પબ્લિક પ્રોસીકયુટર સુધિરાસિંહ બી. જેઠવા દ્વારા 39 જેટલા દસ્તાવેજી
પુરાવાઓ તથા કુલ11 જેટલા સાહેદો તપાસવામાં આવ્યા હતા તથા સરકાર તરફે દલીલો કરવામાં
આવી હતી. જે અનુસંધાને કોર્ટ દ્વારા રજૂ કરવામાં આવેલા મૌખિક તથા દસ્તાવેજી પુરાવાઓ
તેમજ બન્ને પક્ષોની દલીલો સાંભળી આરોપીવાના ઉર્ફે વનરાજ ભીમાભાઈ કંડેગિયાને તકસીરવાન
ઠરાવી આજીવન (જીવનના અંતિમ શ્વાસ સુધી)કેદની સજા તથા કુલ રૂ.46, 500 દંડ ફટકારતો હુકમ
કરવામાં આવ્યો છે.