• શનિવાર, 11 એપ્રિલ, 2026

પંજાબ અને હૈદરાબાદના પાવર હિટર્સ વચ્ચે મુકાબલો

આજના પહેલા મેચમાં પંજાબ કિંગ્સ-સનરાઇઝર્સ હૈદરાબાદ આમને-સામને

ન્યૂ ચંદિગઢ, તા.10: શાનદાર ફોર્મમાં ચાલી રહેલ અને અપરાજિત ટીમ પંજાબ કિંગ્સ શનિવારના પહેલા મેચમાં સંઘર્ષ કરી રહેલ સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમનો સામનો કરશે. ત્યારે પંજાબ કિંગ્સની નજર વિજયક્રમ જાળવી રાખવા પર અને સનરાઈઝર્સનું લક્ષ્ય જીતની હાર પર વાપસી કરવાનું હશે. ગત સીઝનની ઉપવિજેતા ટીમ પંજાબ કિંગ્સ આ વખતે પણ તમામ વિભાગમાં શાનદાર દેખાવ કરી રહી છે. તેનો પાછલો મેચ કેકેઆર વિરુદ્ધ વરસાદમાં ધોવાયો હતો. આથી 1 અંકથી સંતોષ માનવો પડયો હતો.

શ્રેયસ અય્યરની ટીમે બતાવી દીધું છે કે ખિતાબની દાવેદાર ટીમનો દૃષ્ટિકોણ કેવો હોવો જોઇએ. સીએસકે સામે 200થી વધુ રનના લક્ષ્યનો પીછો આસાનીથી કરવો કે મુશ્કેલ પીચ પર ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ જીત હાંસલ કરવી. પંજાબના કપ્તાન શ્રેયસ અય્યર, પ્રિયાંશ આર્ય, પ્રભસિનરન સિંઘ, કૂપર કોનોલી, અર્શદીપ, ચહલ, યાનસન સારો દેખાવ કરી રહ્યા છે. આથી સનરાઇઝર્સની કસોટી થશે.

ઇશાન કિશનના નેતૃત્વમાં સનરાઈઝર્સ હૈદરાબાદ વર્તમાન સીઝનમાં ક્ષમતા મુજબનો દેખાવ કરી શકી નથી. ખતરનાક ઓપનિંગ જોડી અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડ સારી શરૂઆત આપી રહ્યા નથી. હર્ષલ પટેલ અને જયદેવ ઉનડકટની નિષ્ફળતાથી ટીમની મુશ્કેલી વધી છે. 3 મેચમાં ફક્ત 1 જીત મળી છે. પંજાબ સામેના મેચમાં સનરાઇઝર્સના બેટધરોએ મોટો ટોટલ બનાવવો પડશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક