ગોંડલ,તા.14: ગોંડલ માર્કેટ યાર્ડમાં જણસી ઠલવીને જતો ટ્રક પીલરમાં અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રકચાલકને ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
જાણવા મળતી વિગત મુજબ ગોંડલ માર્કેટ
યાર્ડમાં રવિવારે બપોરના સમયે જણસી ઠલવીને પરત જતો ટ્રક અકસ્માતે મોટા ડોમના પીલર સાથે
અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રકચાલકને ઈજા થતા યાર્ડની એમ્બ્યુલન્સ દ્વારા
તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતા યાર્ડના ચેરમેન
અલ્પેશ ઢોલરીયા અને વાઈસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્થળ ઉપર દોડી ગયા હતા.
જોકે રવિવારની રજા હોવાથી મોટી જાનહાનિ થઈ ન હતી. ટ્રકના આગળના ભાગમાં નુકસાન પહોંચ્યું
હતું.