• સોમવાર, 15 જૂન, 2026

રશિયાનાં ઓઇલની ધીંગી આયાત

મે માસમાં ક્રૂડ ઓઇલની આયાતમાં મોટો ઉછાળો

નવીદિલ્હી, તા.14 : મધ્યપૂર્વમાં યુદ્ધ અને તેનાં હિસાબે દુનિયામાં સર્જાયેલા ઊર્જા સંકટ વચ્ચે પણ ભારત સરકારનાં પ્લાન-બીએ બરાબરની ટક્કર આપતો દમ દેખાડયો છે. જેનો અંદાજ રશિયાથી ઓઇલ ખરીદીના નવા આંકડાઓમાં મળી

આવે છે.

મે માસમાં પણ ભારત રશિયાથી ઓઇલ ખરીદનાર બીજો સૌથી મોટો ગ્રાહક દેશ બની રહ્યો અને રશિયાથી ઓઇલની આયાતમાં 21 ટકાનો તગડો ઉછાળો જોવા મળ્યો હતો.  સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીન એર(સીઆરઇએ)ના નવા રિપોર્ટ અનુસાર મે માસમાં પણ ભારતે રશિયાથી ઇંધણની જોરદાર આયાત કરેલી છે. જેમાં અંદાજે પ.8 અબજ યુરો (6.7 અબજ ડોલર)નાં મૂલ્યનું રશિયન હાઇડ્રોકાર્બન આયાત કરવામાં આવ્યું હતું કારણ કે, ભારતની રિફાઇનરીઓએ રશિયાથી ક્રૂડ ઓઇલની ખરીદી વધારી દીધી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક