સ્કોટલેન્ડની ફીફા વર્લ્ડ કપમાં 36 વર્ષ પછી જીત: કતરે અંતિમ ક્ષણે ગોલ કરી સ્વિસનો વિજય છીનવ્યો
વેંનકુંવર/ન્યૂયોર્ક
તા.14: ફૂટબોલ વર્લ્ડ કપના ત્રીજા દિવસે અપસેટ થયા છે. ઓસ્ટ્રેલિયાએ મજબૂત ટીમ તૂર્કિ
વિરૂધ્ધ 2-0 ગોલથી શાનદાર જીત મેળવી છે. તો પાંચ વખતની પૂર્વ ચેમ્પિયન અને ખિતાબની
પ્રબળ દાવેદાર ગણાતા બ્રાઝિલને ડ્રોથી સંતોષ માનવો પડયો છે. મોરક્કોએ 1-1 ગોલ સાથે
બ્રાઝિલ સામેનો મેચ ડ્રો કર્યો હતો. જયારે ગ્રુપ સીના એક મેચમાં સ્કોટલેન્ડનો હૈતી
વિરૂધ્ધ 1-0 ગોલથી ઐતિહાસિક વિજય થયો હતો.
તૂર્કિ
ટીમે ફીફા વર્લ્ડ કપમાં 24 વર્ષ પછી વાપસી કરી હતી, પણ તેના આ રંગમાં ઓસ્ટ્રેલિયાએ
ભંગ પાડયો હતો. ઓસ્ટ્રેલિયાની જીતનો શ્રેય તેના ગોલકીપર પેટ્રિક બીચને મળે છે. તેણે
8 બચાવ કર્યાં હતા. મેચની 27મી મિનિટે 20 વર્ષીય ખેલાડી નેરસ્ટોરી ઇરંકુંડાએ ગોલ કરી
ઓસ્ટ્રેલિયાને 1-0થી આગળ કર્યું હતું. આ પછી 7પમી મિનિટે કોનર મેટકાફે ગોલ કરી ઓસ્ટ્રેલિયાની
2-0થી જીત નિશ્ચિત કરી હતી.
ફીફા
વર્લ્ડ કપ-2026ના પ્રારંભે બ્રાઝિલ ટીમે તેના પહેલા મેચમાં ડ્રોથી સંતોષ માનવો પડયો
હતો. બ્રાઝિલ અને મોરક્કો વચ્ચેનો મેચ 1-1થી ડ્રો રહ્યો હતો. આથી બન્ને ટીમને 1-1 અંક
મળ્યા હતા. નેમાર અનફિટ હોવાથી આ મેચનો હિસ્સો બની શકયો ન હતો. મેચની 21મી મિનિટે બ્રાહિમ
ડિયાજે ગોલ કરી મોરક્કોને આગળ કર્યું હતું. જો કે 32મી મિનિટે સ્ટાર ખેલાડી વિનીસિયસ
જૂનિયરે ગોલ કરીને બ્રાઝિલને બરાબરી પર લાવી દીધું હતું. આ પછી બન્ને ટીમ ગોલ કરી શકી
ન હતી અને મેચનું પરિણામ 1-1 સાથે ડ્રો રહ્યું હતું.
ગ્રુપ
સીના મેચમાં સ્કોટલેન્ડનો હૈતી સામે 1-0થી વિજય થયો હતો. સ્કોટલેન્ડ ટીમે ફીફા વર્લ્ડ
કપમાં 32 વર્ષ બાદ વાપસી કરી છે અને 1990 પછી પહેલી જીત નોંધાવી છે. ત્યારે સ્વીડનને
2-1થી હાર આપી હતી. હૈતી સામે મેચની 28મી મિનિટે જોન મેકગિને ગોલ કર્યોં હતો. જે અંત
સુધી વિજયી બની રહ્યો હતો. આ જીતથી સ્કોટલેન્ડ ટીમ બ્રાઝિલ અને મોરક્કોને પાછળ રાખીને
ગ્રુપ સીમાં 3 પોઇન્ટ સાથે ટોચ પર આવી ગઇ છે.
અન્ય
એક મેચમાં કતર અને સ્વિત્ઝરલેન્ડનો મેચ 1-1 ગોલની બરાબરી પર છૂટયો હતો. મેચની અંતિમ
મિનિટ સુધી સ્વિસ ટીમ 1-0થી આગળ હતી. રેફરીની મેચ પૂરો થવાની વ્હીસલની ઠીક પહેલા બૌલેમ
ખોખીના ગોલથી કતર ટીમે મેચ 1-1થી ડ્રો કર્યોં હતો.