બોટાદ,તા.14: બોટાદ તાલુકાના સેંથળી ગામમાં ઘર સામે યુવાનો ઉભા રહેવાના મુદ્દે બે પક્ષો વચ્ચે થયેલી બોલાચાલી મારામારીમાં પરિણમતા બંને પક્ષના લોકોને ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે બંને પક્ષોએ બોટાદ રૂરલ પોલીસ મથકે સામસામી ફરિયાદો નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પોલીસ ફરિયાદ મુજબ સેંથળી ગામના
દલસુખભાઈ શંકરભાઈ કનેટીયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેમનો ભત્રીજો અભીભાઈ
દુકાન પાસે ઉભો હતો ત્યારે આરોપી મહેશ રમણભાઈ વિરજા પાવડો લઈને આવ્યા હતા અને અભીભાઈને
પાવડાથી માર માર્યો હતો. દરમિયાન દલસુખભાઈ બચાવવા વચ્ચે પડતા તેમને પણ ડાબા હાથ અને
કાનની બાજુએ પાવડાના ઘા મારી ઈજાઓ પહોંચાડવામાં આવી હતી. ઉપરાંત ગાળાગાળી કરી જાનથી
મારી નાખવાની ધમકી આપવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાવેલ હતી.
બીજી તરફ મહેશભાઈ ગણપતભાઈ વિરજાએ
નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેમના ઘર સામે યુવાનો ટોળું વળીને બેસતા હોવાથી
ઠપકો આપ્યા બાદ રામાપીર મંદિર પાસે કિશોર શંકરભાઈ કનેટીયા, સુરેશ અમરતભાઈ કનેટીયા અને
દલસુખ શંકરભાઈ કનેટીયાએ તેમને અટકાવી લાકડી તેમજ ઢીકા-પાટુનો માર મારી ઈજાઓ પહોંચાડી
હતી. સાથે ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાવેલ હતી આમ
બંને પક્ષોને સારવાર માટે બોટાદની સોનાવાલા જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યા બોટાદ રૂરલ
પોલીસે બંને ફરિયાદોના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.