• સોમવાર, 15 જૂન, 2026

લિપસ્ટિક ઉપર રોક, 12 સે.મી.થી લાંબી મૂંછ નહી : સેનાનો નવો ડ્રેસ કોડ

ઔપચારિક કાર્યક્રમમાં બંધ ગળાના બંડી જેકેટને મંજૂરી

નવી દિલ્હી, તા. 14 : ભારતીય સેનાએ ગુલામીના સમયની પરંપરાઓને પાછળ છોડતા યુનિફોર્મ અને ગ્રુમિંગ નિયમોમાં ઐતિહાસિક બદલાવ કર્યો છે. નવા નિયમો હેઠળ હવે ઔપચારિક કાર્યક્રમોમાં બંધ ગળાના બંડી જેકેટ પહેરવા મંજૂરી આપવામાં આવી છે અને પારંપરિક પાઉચ બેલ્ટ હટાવવામાં આવ્યો છે. આ ઉપરાંત પરેડ દરમિયાન સમીક્ષા અધિકારીઓ માટે તલવાર લઈ જવાની અનિવાર્યતાને વૈકલ્પિક બનાવવામાં આવી છે. આ તમામ બદલાવ સેના દ્વારા જાહેર આર્મી યુનિફોર્મ્સ-2026 નામના એક નવા 174 પાનાના દિશાનિર્દેશમાં આપવામાં આવ્યા છે. વધુમાં સૈનિકોની મૂંછ 12 સે.મી.થી વધુ ન હોવી જોઈએ. મહિલા સૈનિકો માટે લિપસ્ટિક ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.  આ મેન્યુઅલમાં એક ભાગમાં કહેવામાં આવ્યું છે કે દેશની ભાવનાઓ અને બદલતી સંપ્રભુ ઓળખને ધ્યાનમાં રાખીને બદલાવ કરવામાં આવ્યા છે. આ સુધારો ભારતીય સેનાની ગરિમા, કાર્યક્ષમતા અને સ્થાયી પરંપરાઓને જાળવી રાખવા ગુલામીના યુગના બચેલા પ્રતીકોને હટાવવાનો એક પ્રગતિશીલ પ્રયાસ છે. નવા સુધારા અનુસાર ઔપચારિક કાર્યક્રમમાં બંધ ગળાનું બંડી જેકેટ પહેરવા મંજૂરી આપી છે. આ ઉપરાંત મહિલા અધિકારીઓ માટે સૌમ્ય રંગની સાડી, કુરતા-સલવાર અથવા દુપટ્ટા સાથેનું સીધું પેંટ પહેરવા મંજૂરી છે. જો કે સ્લીવલેસ કુરતા, પ્લાઝો અને સિગરેટ પેન્ટ જેવા કેઝ્યુઅલ કપડા ઉપર રોક છે.

સેનાની તમામ રેંક માટે એક નવી વિંટર ડ્રેસ 3બી પણ રજૂ કરવામાં આવી છે. મેસ ડ્રેસ નંબર 5 અને છમાંથી ચમકદાર પાઉચ બેલ્ટની બાદબાકી થઈ છે. આ ડ્રેસ રાજભવનના કાર્યક્રમોમાં પહેરવામાં આવતો હતો. આ ઉપરાંત સૈનિકોની મૂંછોનો આકાર  12 સે.મી.થી વધુ ન હોવો જોઈએ. યુનિફોર્મમાં રહેતા ડિયોડ્રેન્ટ કે પરફ્યુમ લગાડવા પ્રતિબંધ રહેશે. મહિલા સૈનિકો અને સૈન્ય અધિકારીઓ માટે લિપસ્ટિક, રંગીન નેલ પોલિશ, બિંદી અને નોઝ પિન પહેરવા ઉપર રોક છે. મહિલા કર્મચારી સિંદૂર લગાડી શકશે.

ઇ-પેપરના નવા શુલ્ક