ધર્મશાલા તા.14: ટીમ ઇન્ડિયાના યુવા કેપ્ટન શુભમન ગિલે અફઘાનિસ્તાન સામેના પ્રથમ વન ડે મેચમાં 84 રનની અણનમ ઇનિંગ દરમિયાન વિશેષ ઉપલબ્ધિ હાંસલ કરી હતી અને દિગ્ગજ બેટધર વિરાટ કોહલીથી આગળ થયો હતો. શુભમન ગિલ વન ડે ઇન્ટરનેશનલમાં સૌથી ઝડપે 3000 રન પૂરા કરનારો ભારતીય બેટધર બની ગયો છે. તેણે પોતાની 62મી ઈનિંગમાં આ મુકામ હાંસલ કર્યોં છે. ગિલ આ મામલે વિશ્વ સૂચિમાં આફ્રિકાના હાશિમ અમલા પછી બીજા સ્થાને છે. અગાઉ આ ભારતીય રેકોર્ડ વિરાટ કોહલીના નામે હતો. તેણે 2021માં શ્રીલંકા વિરૂધ્ધ 7પમી ઈનિંગમાં 3000 રનના આંકડાને સ્પર્શ કર્યોં હતો.
વન
ડેમાં સૌથી ઝડપે 3000 રન
ઇનિંગ બેટર
57 હાશિમ અમલા
62 શુભમન ગિલ
67 શે હોપ
67 ફખર જમાન
67 ઇમામ ઉલ હક