• મંગળવાર, 16 જૂન, 2026

ઈઉંઙ સ્થાપક દીપકેને તમાચો મરાયો

જયપુરમાં શહીદ સ્મારક પર ઘટના; સીજેપી સમર્થકોએ બે યુવકને મારપીટ કરી, પોલીસે પકડયા

જયપુર, તા. 15 : નીટ પેપર લીક, બેરોજગારી સહિતના મુદ્દે આંદોલનમાં સામેલ થવા પહોંચેલા કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)ના સ્થાપક અભિજિત દીપકેને બે યુવાને અચાનક થપ્પડ મારી દીધી હતી.

સીજેપીના સમર્થકોએ થપ્પડ મારનારાઓને પકડીને મારપીટ કરી હતી, બંનેને પોલીસે પકડી લીધા હતા. જયપુરમાં કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક દીપકે શહીદ સ્મારક પર પહોંચતાં જ યુવકોમાં મારપીટ શરૂ થઇ ગઇ હતી.

દીપકેને ખભા પર બેસાડીને અંદર લઇ જવાતા હતા, ત્યારે ભીડમાં સામેલ બે યુવકે તેમને થપ્પડ મારી દીધી હતી. દરમ્યાન, ઘટનાસ્થળ પર ભીડ વચ્ચે અનેક દેખાવકારોના મોબાઇલ ફોન ચોરાઇ ગયા હતા. ત્યારબાદ મંચ પરથી લોકોને મોબાઇલ સાચવીને રાખવા અપીલ કરાઇ હતી.

યુવાનો હાથમાં ‘મુજે દેશ સે પ્યાર હૈ ઔર ભ્રષ્ટાચાર અસ્વીકાર હૈ’, ‘પેપર લીક બંધ કરો’ જેવા નારા લખેલાં પોસ્ટર્સ સાથે ઊમટી પડયા હતા.

કેટલીક મહિલાઓ નાનાં બાળકોને તેડીને પ્રદર્શનમાં પહોંચી હતી, સીજેપીના પ્રવક્તા  આશુતોષ રાકાએ કહ્યું હતું કે, આ માત્ર એક સંગઠનની નહીં, પરંતુ દેશના છાત્રો, યુવાનો, વાલીઓની લડાઇ છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક