મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતની બાર કાઉસિલને ફટકાર
નવી દિલ્હી, તા. 14 ઃ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ હૈદરાબાદની ગઅકજઅછ યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓને વકીલ તરીકે નોંધણી કરવા પર રોક લગાવી દીધી હતી, જેનો ભારે વિરોધ થયો હતો, હવે આ મામલે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંતની બેંચે એક મહત્ત્વનો આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, ‘બંધારણમાં શાંતિપૂર્ણ અને કાયદેસર રીતે વિરોધ પ્રદર્શન કરવાનો અધિકાર દરેક નાગરિકને આપવામાં આવ્યો છે. તેથી વિદ્યાર્થીઓને પ્રોટેસ્ટ કરવાનો પૂરો હક છે અને તેમની સામે કોઈ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે નહીં.’
મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતે સુનાવણી દરમિયાન પોતાના વિદ્યાર્થીકાળને યાદ કરતા કહ્યું હતું કે, ‘હું પણ વિદ્યાર્થી તરીકે સક્રિય રહ્યો છું. જો માની પણ લઈએ કે તેઓ ખોટા છે, છતાં પણ તેમને વિરોધ કરવાનો અધિકાર છે. આ મારી અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાતચીત છે. આ મુદ્દો ઉઠાવનારા બીસીઆઇ કોણ છે? આ સંપૂર્ણપણે બિનજરૂરી છે અને બીસીઆઇને આમાં કોઈ લેવાદેવા નથી. ’
ચીફ જસ્ટિસે તમામ વિદ્યાર્થીઓને વકીલ તરીકે પોતાની નોંધણી (રજિસ્ટ્રેશન) કરાવવા અને સુપ્રીમ કોર્ટ બાર એસોસીએશન સાથે જોડાવવા માટે કહ્યું હતું. આ ઉપરાંત, તેમણે એમ પણ કહ્યું હતું કે, ‘હું આ વિદ્યાર્થીઓને મફત કાનૂની સહાય પૂરી પાડતા કોર્સ અને કામગીરી માટેની પેનલમાં સામેલ કરશે.
ચોતરફથી થયેલા વિરોધ અને સુપ્રીમ કોર્ટનાં કડક વલણ બાદ બીસીઆઇ દ્વારા આ સંબંધિત સર્ક્યુલર પાછો ખેંચી લેવામાં આવ્યો છે. આ ઉપરાંત કોર્ટે આદેશ આપ્યો છે કે, ગઅકજઅછના વિદ્યાર્થીઓ સામે આ ઘટના અંગે કોઈ પણ પ્રકારની શિક્ષાત્મક કે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે નહીં. જો કે, આ મામલે બે અઠવાડિયાની અંદર વળતું સોગંદનામું (અફિડેવિટ) દાખલ કરી શકાશે.
આ વિવાદની શરૂઆત નીટ પેપર લીક સામે થયેલા વિદ્યાર્થીઓનાં પ્રદર્શનથી થઈ હતી. તે સમયે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસની એક ટિપ્પણીને ખોટી રીતે રજૂ કરાતાં ગેરસમજ ઊભી થઈ હતી. આ બાબતથી નારાજ થઈને હૈદરાબાદની ગઅકજઅછ લો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પોતાના દીક્ષાંત સમારોહ (પદવીદાન સમારોહ)માં ઈઉંઈંને મુખ્ય અતિથિ તરીકે બોલાવવાનો શાંતિપૂર્ણ વિરોધ કર્યો હતો.
વિદ્યાર્થીઓના આ વિરોધ સામે કડક વલણ અપનાવીને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા બીસીઆઇએ આ વિદ્યાર્થીઓના વકીલ તરીકેના રજિસ્ટ્રેશન (એનરોલમેન્ટ) પર રોક લગાવતો આદેશ આપ્યો હતો, જેને ચોતરફી વિરોધ બાદ હવે બીસીઆઇએ પાછો ખેંચવો પડÎો છે.