બેલ્જિયમ અને નેધરલેન્ડમાં આયોજન : 16 દિવસમાં 50 મેચની ટક્કર
નવી
દિલ્હી, તા.14 : હોકી વિશ્વ કપની બેલ્જિયમ અને નેધરલેન્ડની ધરતી પર 1પ ઓગસ્ટથી શરૂઆત
થશે. પહેલીવાર મહિલા અને પુરુષ હોકી વર્લ્ડ કપ એકસાથે રમાશે. ભારતીય મહિલા ટીમ તેનાં
અભિયાનની શરૂઆત 16મીએ ચીન વિરુદ્ધ મેદાનમાં ઉતરીને કરશે જ્યારે ભારતીય પુરુષ હોકી ટીમ
તેનો પહેલો મેચ વેલ્સ વિરુદ્ધ પ્રથમ મેચ રમશે. ભારતીય પુરુષ હોકી ટીમનો બહુપ્રતિક્ષિત
પાકિસ્તાન વિરુદ્ધનો મુકાબલો 19 ઓગસ્ટે રમાશે.
શનિવારથી
શરૂ થનાર મહિલા-પુરુષ હોકી વર્લ્ડ કપમાં 16 દિવસમાં પ0 મેચની ટક્કર થશે. ટૂર્નામેન્ટ
નવા ફોર્મેટથી રમાશે અને આ વખતે ક્વાર્ટર ફાઇનલ રાઉન્ડ હશે નહીં. પહેલા ગ્રુપ સ્ટેજ
હશે. પછી ક્રોસઓવર પુલના મેચ રમાશે અને અંતમાં સેમિ ફાઇનલ અને ખિતાબી મુકાબલો હશે.
તમામ મેચ બે વેન્યૂ પર રમાશે.
મહિલા
અને પુરુષ બન્ને વિભાગમાં 16-16 ટીમ છે. તમામ ટીમને 4-4ના ગ્રુપના રાખવામાં આવી છે.
ગ્રુપ સ્ટેજની ટોચની બે ટીમ ક્રોસઓવર રાઉન્ડમાં પહોંચશે. આ રાઉન્ડમાં 8 ટીમને 4-4ના
ગ્રુપમાં રખાશે. મહિલા વર્લ્ડ કપનો ફાઇનલ 29 ઓગસ્ટે અને પુરુષ વિભાગનો ફાઇનલ 30 ઓગસ્ટે
રમાશે.
પુરુષ
હોકી વર્લ્ડ કપમાં ભારતીય ટીમ પૂલ ડીમાં વેલ્સ, ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન સાથે છે જ્યારે
મહિલા વર્લ્ડ કપમાં ભારતીય ટીમ પણ પૂલ ડીમાં ચીન, ઇંગ્લેન્ડ અને દ. આફ્રિકા સાથે છે.
ભારતીય મહિલા હોકી ટીમ હજુ સુધી ચંદ્રક જીતી શકી નથી જ્યારે પુરુષ ટીમનો શ્રેષ્ઠ દેખાવ
197પમાં રહ્યો હતો ત્યારે ભારતી હોકી વિશ્વ વિજેતા બન્યું હતું. ગત 2023ના વિશ્વ કપમાં
ભારતીય પુરુષ ટીમ નવમા સ્થાને રહી હતી જ્યારે 2018માં ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચી હતી.
હોકી
વર્લ્ડ કપનું ભારતમાં લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સની સિલેક્ટ ચેનલ પરથી થશે જ્યારે
લાઇવ સ્ટ્રિમિંગ જિયો હોટસ્ટાર પરથી થશે.