-તાત્કાલિક સેમ્પલ ટેસ્ટિંગ અને કડક કાર્યવાહી કરવા રાજ્ય નાગરિક પુરવઠા નિગમના મેનાજિંગ ડિરેક્ટરને ભારતીય કિસાન સંઘની લેખિત રજૂઆત
મોરબી, તા.27ઃ
ટંકારા તાલુકામાં
ટેકાના ભાવે
ખરીદવામાં આવેલા
ઘઉંની ગુણવત્તા
અંગે ગંભીર
સવાલો ઉઠÎા
છે. ઘઉંની
ખરીદીમાં થયેલી
કથિત ગેરરીતિની
તપાસ કરી,
જો ક્ષતિ
જણાય તો
પેમેન્ટ અટકાવી
જવાબદાર અધિકારીઓ
સામે કડક
કાર્યવાહી કરવાની
માગ સાથે
ભારતીય કિસાન
સંઘ, મોરબી
જિલ્લા દ્વારા
રાજ્ય નાગરિક
પુરવઠા નિગમના
મેનાજિંગ ડિરેક્ટરને
લેખિત રજૂઆત
કરવામાં આવી
છે.
કિસાન સંઘના
જણાવ્યા મુજબ,
ટંકારા તાલુકામાં
ટેકાના ભાવે
ઘઉંની ખરીદી
દરમિયાન સરકારની
માર્ગદર્શિકા અને
ટેકનિકલ સાધનોનો
યોગ્ય ઉપયોગ
કર્યા વગર
અધિકારીઓની મિલિભગતથી
ગ્રાડિંગ રિપોર્ટ
તૈયાર કરવામાં
આવ્યા હોવાની
ગંભીર ફરિયાદો
ઉઠી છે.
અગાઉ એક
કિસ્સામાં આશરે
83 બારદાનનો જથ્થો
તૈયાર હોવા
છતાં ખેડૂતને
ચુકવણી કરાઈ
ન હોવાનું
સામે આવ્યું
હતું. તાલુકામાં
આશરે 1,23,723 બારદાન
(અંદાજે 61,86,150 કિલોગ્રામ
અથવા 3,09,307 મણ)
ઘઉંની ખરીદી
મણદીઠ રૂ.
517ના ભાવે
કુલ રૂ.
15,99,11,977 ના મસમોટા
ખર્ચે કરવામાં
આવી છે.
આટલી મોટી
રકમના સરકારી
નાણાં સંકળાયેલા
હોવા છતાં
યુનિફોર્મ ક્વોલિટી
સ્પેસિફિકેશન મુજબ
ગુણવત્તાની ચકાસણી
ન કરાઈ
હોવાની આશંકા
છે. તેથી,
જે ગોડાઉનમાં
ઘઉંનો જથ્થો
સંગ્રહિત છે
ત્યાં અચાનક
સ્થળ તપાસ
કરી માન્ય
લેબોરેટરીમાં નમૂનાનું
પરીક્ષણ કરવા,
ખરીદીના તમામ
દસ્તાવેજો અને
રજીસ્ટરની તપાસ
કરવા તેમજ
સંડોવાયેલા અધિકારીઓ
સામે નિષ્પક્ષ
પગલા લેવા
કિસાન સંઘે
ઉગ્ર માગ
કરી છે.