• શુક્રવાર, 28 ઑગસ્ટ, 2026

ઊ-20થી પરેશાની વચ્ચે ગ્રાહકો માટે સારા સમાચાર ઃ ઊ-10 આવશે

નવી દિલ્હી, તા. 27 દેશમાં -20 પેટ્રોલનાં કારણે જૂના વાહનોના એન્જિન અને માઇલેજ પર પડી રહેલી માઠી અસરને લઈને વાહનચાલકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. સામાન્ય લોકોની ફરિયાદ છે કે, -20 પેટ્રોલનાં કારણે તેમના વાહનોની માઇલેજ ઘટી ગઇ છે અને વારંવાર સર્વિસ કરાવવી પડે છે. જનતાની વધતી નારાજગી વચ્ચે હવે સરકાર જૂના વાહનો માટે અનુકૂળ ગણાતા -10 પેટ્રોલનો વિકલ્પ ફરીથી ઉપલબ્ધ કરાવવા માટે ગંભીરતાથી વિચારણા કરી રહી છે. પેટ્રોલિયમ મંત્રાલય દેશની સરકારી તેલ કંપનીઓ ઈન્ડિયન ઓઈલ ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ સાથે ચર્ચા કરી રહ્યું છે. જો યોજના સફળ રહેશે તો ડઙ95, જાયયમ અને ઙજ્ઞૂય9િ5 જેવાબ્રાન્ડેડ અથવા પ્રીમિયમ ઓક્ટેન 95 ઇંધણમાં 20 ટકાના બદલે માત્ર 10 ટકા એથેનોલ (-10) મિશ્રિત કરીને વેચવામાં આવી શકે છે. આનાથી અલગથી -10 માટે નવું સ્ટોરેજ કે ડિસ્પેન્સિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની જરૂર નહીં પડે, કારણ કે -20થી પરેશાન લોકો હાલમાં પ્રીમિયમ પેટ્રોલ તરફ શિફ્ટ થઈ રહ્યા છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક