કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસ સાથે સંકલનમાં બચાવ કામગીરી શરૂ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ, તા. 27ઃ નેપાળમાં ભારે વરસાદ વિના અચાનક નદીમાં આવેલા પૂરે બધાને પોતાની ચપેટમાં લઈ લીધા છે. આ કુદરતી આપત્તિમાં અત્યાર સુધી 288 ભારતીય
લાપતા છે અને અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. આ જળપ્રલયે બિલકુલ 2013માં આવેલા કેદારનાથ જળપ્રલયની યાદ અપાવી દીધી છે. 18 ગુમ/સંપર્ક વિહોણા વ્યક્તિઓમાંથી મોટાભાગના વિદેશી નાગરિકતા અથવા એનઆરઆઇ (મૂળ ભારતના) છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, પૂરગ્રસ્ત વિસ્તારોમાં સંપર્કવિહોણા બનેલા 18 ગુજરાતીમાં
અમદાવાદના 3, સુરતના
3, વડોદરાના 2, આણંદના
2 તથા રાજકોટ અને વલસાડના 1-1 નાગરિકનો
સમાવેશ થાય છે. જેમાં મૂળ રાજકોટના હાલમાં મુંબઇમાં રહેતા જય જિનેશ કોટેચાનો સમાવેશ થાય છે. અમદાવાદના 3 વ્યક્તિમાં અશોકભાઈ ધીરજલાલ કાપડી (મેમનગર), દિનેશભાઈ પ્રાગજીભાઈ પટેલ (રહે. નવા વાડજ, મૂળ અમરેલી (યુએસ સીટીઝન), ભાવિનકુમાર રજનીકાંત રાવલ (રહે. મોટેરા-કોટેશ્વર, મૂળ મહેસાણા (ઓસ્ટ્રેલિયન સિટીઝન)નો સમાવેશ થાય છે.
આણંદની બે વ્યક્તિઓમાં બિમલકુમાર પટેલ (રહે. વિદ્યાનગર રોડ (ઞજ નાગરિક - મૂળ ભારતીય) અને જયમિનાબેન પટેલ - (રહે.
વિદ્યાનગર રોડ (યુએસ નાગરિક - મૂળ ભારતીય), વડોદરાના કિન્નરી પટેલ (રહે. મણિનગર (અમદાવાદ), મિહિર પટેલ (રહે. મણિનગર (અમદાવાદ)) (નોંધઃ
આ બંને ‘રીચા ટુર્સ પ્રા. લિ.’ મારફતે ગયા હતા, છેલ્લો સંપર્ક ગઈકાલે સવારે 04ઃ51 એ થયો હતો.),
સુરતના પરેશભાઈ નટવરલાલ પટેલ, (હાલ અમેરિકા), જ્યોતિબેન પરેશભાઈ પટેલ (હાલ અમેરિકામાં) અને મીનાક્ષીબેન સંજયભાઈ રામાણી (હાલ મુંબઈ), વલસાડના રોમા દિલીપભાઈ ઇંટવાલા, (સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટરે આપેલી માહિતી પ્રમાણે, રોમા ઈંટવાલા નેપાળમાં હાલ સુરક્ષિત છે.), ખેડા/નડિયાદના ઉમેશ ભોગીલાલ પટેલ,
કેનેડિયન નાગરિક (રહેવાસીઃ નડિયાદ), આકાંક્ષાબેન ઉમેશ પટેલઃ કેનેડિયન નાગરિક (રહેવાસીઃ નડિયાદ), ઈશાન પટેલઃ અમેરિકન નાગરિક (રહેવાસીઃ નડિયાદ). (નડિયાદના
તમામનો છેલ્લા 24 કલાકથી
કોઈ સંપર્ક થયો નથી), ગાંધીનગરના અમિતા અમીન, તેજલ પટેલ, જિતેન્દ્ર પટેલઃ તમામ યુએસ સિટીઝન (છેલ્લું લોકેશન બાગમતી, ફ્રેન્ડશિપ બ્રિજ નજીક)
નોંધનીય છે કે આ ઘટના 26 ઓગસ્ટની
સવારે લગભગ 9 વાગ્યાની છે, જ્યારે નેપાળના રસુવા જિલ્લા પાસે ભોટેકોશી નદીમાં પાણીનું સ્તર અસામાન્ય રીતે વધી ગયું હતું. તિબેટ તરફથી વહીને આવેલા કાટમાળ અને પાણીના આ જોરદાર પ્રવાહે રસ્તામાં આવતી દરેક ઇમારતને નષ્ટ કરી દીધી હતી. ઘણા ઘરો જમીનદોસ્ત થઈ ગયા અને લોકોને બચવાનો સમય પણ મળ્યો નહીં.
પ્રત્યક્ષદર્શીઓ અનુસાર, પાણી આવતાની સાથે જ એક મોટો અવાજ સંભળાયો અને જોતજોતામાં ચારેય બાજુ કાદવ અને કાટમાળનો દરિયો ફેલાઈ ગયો હતો. નેપાળ-િતબેટ સરહદી વિસ્તારમાં અચાનક આવેલા વિનાશક પૂર અને ભૂસ્ખલનના કારણે કૈલાશ માનસરોવર યાત્રા તથા પ્રવાસ અર્થે ગયેલા ગુજરાતના 12 નાગરિક
ફસાયા હોવાની અને સંપર્કવિહોણા બન્યા હોવાની સત્તાવાર પ્રાથમિક માહિતી સામે આવી છે. તો બીજી બાજુ ગુજરાત સરકારે ગાંધીનગરમાં સ્ટેટ કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે અને કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસ સાથે સતત સંકલન સાધીને બચાવ કામગીરી શરૂ કરાવી છે.
વિશેષજ્ઞોનું માનવું છે કે, નેપાળ અને ચીનની સરહદ નજીક બરફનો એક વિશાળ ભાગ તૂટીને લ્હેન્દે નદીમાં પડÎો હતો. આ બરફ નદીના પ્રવાહમાં અવરોધ બન્યો, જેના કારણે પાછળ ખૂબ મોટો જળભરાવ થઈ ગયો. પાણીનું દબાણ જ્યારે ખૂબ વધી ગયું, ત્યારે આ કુદરતી અવરોધ અચાનક તૂટી ગયો. સંશોધકોના અનુસાર, તિબ્બતી ક્ષેત્રમાં સવારે 8ઃ37 વાગ્યે 4.4 તીવ્રતાનો
ભૂકંપ પણ નોંધાયો હતો. આ ભૂકંપના આંચકાએ હિમપ્રપાતની આશંકા વધુ મજબૂત બનાવી છે.
---------------------
અભિનેત્રી માનસી પારેખ તિબેટ પૂરથી બચી
અમદાવાદ, તા. 27 ઃ ગઇકાલે બુધવારે અચાનક આવેલા પૂરને કારણે નેપાળના રાસુવા જિલ્લા અને તિબેટના ગૈરોંગ ક્ષેત્રમાં ભારે વિનાશ સર્જાયો હતો. ત્યારે કેલાસ માનસરોવરની પવિત્ર યાત્રા પર આધ્યાત્મિક નેતા સદ્ગુરુ (ઇશા ફાઉન્ડેશન) સાથે ગયેલી ગુજરાતી ફિલ્મ અને ટીવી અભિનેત્રી અને રાષ્ટ્રીય પુરસ્કર વિજેતા માનસી પારેખ તિબેટ અને નેપાળ સરહદ પર આવેલા પૂરમાંથી માંડ માંડ બચી ગઇ છે. માનસીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઘટનાનો હૃદયદ્રાવક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં પૂરનો કાટમાળ અને નેપાળ અને તિબેટના સરહદી વિસ્તારોમાં તબાહી માચાવનાર ભયાનક તબાહી મચાવનાર ભયાનક પાણીનો પ્રવાહ સ્પષ્ટપણે જોવા મળે છે. તેણે ભાવનાત્મક પોસ્ટ કરતા લખ્યું હતું કે ગુરુવારે સવારે અમે આજ જગ્યાએ જવાના હતા પરંતુ અમે બચી ગયા. પાંચ દિવસ પહેલા આ જ જગ્યાએ મારું પ્રેમ અને હુંફથી સ્વાગત કરવામાં આવ્યં હતું. હવે આ સ્થળ આખુ પાણીમાં ડૂબી ગઈ છે. જીવન ખૂબ જ અનિશ્ચિત છે પરંતુ જે બન્યું તે અત્યંત પીડાદાયક છે.