-આખરી દિવસે 82.4 ઓવરમાં ભારતીય ટીમને ફક્ત 3 વિકેટ જ મળી
-ફોલઓન થયા પછી શ્રીલંકાના 9 વિકેટે 429 રન ઃ ભારતનો 1-0થી શ્રેણી વિજય
કોલંબો તા.27ઃ પ્રતિભાશાળી યુવા ડાબોડી મીડલ ઓર્ડર બેટર સોનલ દિનુશાની લડાયક અને અણનમ સદીના સાથમાં પૂંછડિયા ખેલાડીઓના પુરૂષાર્થથી શ્રીલંકાએ ભારત સામેનો બીજો ટેસ્ટ ડ્રો કરવામાં સફળતા હાંસલ કરી છે. આથી ટીમ ઇન્ડિયાએ બે મેચની શ્રેણીમાં 1-0ના વિજયથી સંતોષ માનવો પડયો છે. સોનલ દિનૂશાએ શ્રેણીની ત્રીજી સદી ફટકારી હતી અને 264 દડાની
મેરેથોન ઈનિંગમાં 8 ચોક્કા-2 છક્કાથી અણનમ 133 રન કર્યાં હતા. શ્રીલંકાના આજે મેચના આખરી દિવસે 1પ4 ઓવરમાં 9 વિકેટે 429 રન થયા હતા. આ પછી મેચ બન્ને ટીમની સંમતિથી ડ્રો સમાપ્ત જાહેર કરાયો હતો. ભારતને આજે વિજય માટે 4 વિકેટની જરૂર હતી, પણ શ્રીલંકાના પૂંછડિયા ખેલાડીઓ સોનલના સાથમાં 82.4 ઓવર સુધી ભારતીય બોલરોને ટકકર આપી હતી અને મેચ બચાવી લીધો હતો. આજના દિવસે ભારતને 82.4 ઓવરમાં
3 વિકેટ જ નસીબ થઇ હતી.
પહેલા દાવમાં 103 અને બીજા દાવમાં અણનમ 133 રન કરનાર શ્રીલંકન બેટર પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. જયારે શ્રેણીમાં બે સદી સાથે કુલ 328 રન કરનાર ભારતીય બેટર દેવદત્ત પડીક્કલ પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર થયો હતો.
ફોલોઓન થયા પછી શ્રીલંકાએ આજે મેચના અંતિમ દિવસે તેનો બીજો દાવ 6 વિકેટે 229 રનથી
આગળ વધાર્યોં હતો. સોનલ દિનુશા અને કેશરા નુવંતાએ ભારતીય બોલરોને હંફાવીને 7મી વિકેટમાં 246 દડામાં
112 રનની ભાગીદારી કરી હતી. આથી ભારતની જીતની રાહ કઠિન બની હતી. કેશરા 1પ0 દડામાં 46 રન કરી સુથારનો શિકાર બન્યો હતો. આ પછી પ્રભાસ જયસૂર્યા (2) આઉટ થયો હતો, પણ 10મા ક્રમના લાહિરૂ કુમારાએ સોનલના સાથમાં નવમી વિકેટમાં 170 દડામાં
47 રનની ભાગીદારી કરી મેચ ડ્રો નિશ્ચિત કરી દીધો હતો. લાહિરૂ 90નો દડાનો સામનો કરી 12 રને જાડેજાના દડામાં આઉટ થયો હતો. આ પછી શ્રીલંકાએ 9 વિકેટે 429 રને તેનો બીજો દાવ ડિકલેર કર્યોં હતો. ત્યારે ભારતથી શ્રીલંકા 216 રને આગળ થયું હતું. આથી ભારતે મેચ ડ્રો જાહેર કરવા માટે સંમતિ આપી દીધી હતી.
ભારત તરફથી માનવ અને રવીન્દ્રને 3-3 વિકેટ
મળી હતી. ભારતના પહેલા દાવમાં 9 વિકેટે પ03 રનના જવાબમાં શ્રીલંકાના પહેલા દાવમાં 290 રને ઓલઆઉટ થયું હતું.