• બુધવાર, 16 સપ્ટેમ્બર, 2026

પોરબંદરની સોની બજારમાં જ્વેલર્સના શો-રૂમમાં આગ લાગતા ભારે નુકસાન

ફાયર વિભાગની ટીમે 3 કલાકની જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો

પોરબંદર તા.15 પોરબંદર શહેરના મધ્યમાં આવેલી ગીચ અને સાંકડી સોની બજારમાં આજે બપોરે 440 કલાકે એક જ્વેલર્સની દુકાનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી જેમાં ભારે નુકસાન થયું હતું.

સોની બજારમાં આવેલા પારુલ જ્વેલર્સ નામની દુકાનમાં ઇન્વર્ટરમાં કોઈ કારણોસર શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખી દુકાન આગની લપેટમાં આવી ગઈ હતી. આગ લાગતા દુકાનદાર અને આસપાસના વેપારીઓમાં અફરાતફરી મચી ગઈ હતી.

તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા બે ફાયર ફાઈટરસાથીની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

સોની બજાર અત્યંત સાંકડી હોવાથી ફાયરના મોટા બંબા અંદર પ્રવેશી શક્યા હતા. તેથી ફાયર બ્રિગેડે દૂર બંબા રાખીને લાંબી પાણીની નળી ગોઠવીને પાણીનો મારો ચલાવ્યો હતોઆગ બુઝાવવાની કામગીરી દરમિયાન દુકાનની અંદર સતત બ્લાસ્ટ થતા હોવાથી ફાયર જવાનો અંદર પ્રવેશી શક્યા હતા.

લગભગ ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. પ્રાથમિક અંદાજ મુજબ આગમાં દુકાનનું તમામ ફર્નિચર, કાઉન્ટર અને અન્ય તમામ સામાન બળીને ખાખ થઈ ગયો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક