(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ, તા.15ઃ
ગાંધીનગરના સેક્ટર
3-ડી ખાતે
ભાડાના મકાનમાં
રહેતી અને
અમદાવાદ પોલીસ
હેડ ક્વાર્ટરમાં
ફરજ બજાવતી
28 વર્ષીય લોકરક્ષક
મહિલા કોન્સ્ટેબલે
આપઘાત કરી
લેતા પોલીસ
બેડામાં ચકચાર
મચી ગઈ
છે. નાઈટ
ડÎૂટી
પૂરી કરીને
ઘરે પરત
આવ્યા બાદ
રૂમનો દરવાજો
લાંબા સમય
સુધી ન
ખુલતા શંકા
ગઈ હતી
અને તપાસ
કરતાં પંખા
સાથે દુપટ્ટો
બાંધીને આત્મહત્યા
કર્યાનું સામે
આવ્યું હતું.
આ મામલે
સેક્ટર-7 પોલીસ
સ્ટેશનમાં અકસ્માત
મોતનો ગુનો
નોંધીને પોલીસે
વધુ તપાસ
હાથ ધરી
છે.
આ બનાવ
અંગે પ્રાપ્ત
વિગતો મુજબ,
મૃતક મહિલા
કોન્સ્ટેબલ જ્હાનવી
ડાભી ઇન્સ્ટાગ્રામ
પર 25 હજારથી
વધુ ફોલોઅર્સ
ધરાવતા હતા
અને તેમના
અગાઉ છૂટાછેડા
થઈ ચૂક્યા
હતા. બેએક
દિવસ અગાઉ
રાતની નોકરી
પૂર્ણ કરી
તેઓ ગાંધીનગર
સ્થિત પોતાના
ભાડાના ઘેર
પરત ફર્યા
હતા, જ્યાં
કોઈ પ્રતિસાદ
ન મળતા
પરિવારજનોએ રૂમમાં
જઈને જોતા
તેઓ મૃત
હાલતમાં મળી
આવ્યા હતા.
સેક્ટર-7 પોલીસ
સ્ટેશનના પીઆઈ
એ. જી.
સોલંકીના જણાવ્યા
અનુસાર, જ્હાનવીબેનના
પિતાનું અગાઉ
અવસાન થયું
છે અને
માતાએ બીજા
લગ્ન કર્યા
છે. હાલ
આપઘાત પાછળનું
ચોક્કસ કારણ
અકબંધ રહ્યું
છે, અને
પોલીસ પરિવારજનોના
નિવેદનો નોંધીને
તમામ દિશાઓમાં
ઊંડાણપૂર્વક તપાસ
કરી રહી
છે.