વિશ્વ રેકોર્ડ રચવાથી હવે માત્ર બે ડગલાં દૂર, આઇસીસી રેન્કિંગમાં દીપ્તિ શર્મા બીજા સ્થાને
નવી
દિલ્હી, તા.15 : વિમેન્સ એશિયા કપની ફાઇનલ બાદ આઇસીસી દ્વારા તાજા રેન્કિગ જાહેર થયા
છે. જેમાં ભારતીય બોલર શ્રી ચરણી 800થી વધુ રાટિંગ પોઈન્ટ્સ હાંસલ કરનારી પ્રથમ ભારતીય
મહિલા બોલર બની ગઈ છે અને તે વિશ્વની નંબર-1 બોલર તરીકે અડીખમ છે. આ સિદ્ધિ સાથે તેણે
પૂર્વ કેપ્ટન મિતાલી રાજનો રેકોર્ડ તોડ્યો છે. રાજે વર્ષ 2011માં બાટિંગ રેન્કિંગમાં
780 રાટિંગ પોઈન્ટ્સ મેળવ્યા હતા. શ્રી ચરણી
આઇસીસી રેન્કિંગના ઇતિહાસમાં 800 રાટિંગ પોઈન્ટ્સનો આંકડો વટાવનારી એકમાત્ર ભારતીય
મહિલા ખેલાડી બની છે. તેના 804 રાટિંગ પોઈન્ટ્સ છે. તેની ઇતિહાસમાં સૌથી વધુ રાટિંગ
પોઈન્ટ્સ મેળવનારી બોલર બનવાની સુવર્ણ તક છે. એશિયન ગેમ્સમાં 18 સપ્ટેમ્બરે ભારત અને
જાપાન વચ્ચે રમાનારી મેચમાં સારું પ્રદર્શન કરીને તે આ રેકોર્ડ પોતાના નામે કરી શકે
છે. હાલ આ વર્લ્ડ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાની મેગન શૂટના નામે છે. તેણે 2018માં 806 રાટિંગ
પોઈન્ટ્સ હાંસલ કર્યા હતા.
સ્ટાર
ઓલરાઉન્ડર દીપ્તિ શર્માએ 4 સ્થાનની જોરદાર છલાંગ લગાવીને છઠ્ઠા સ્થાનેથી સીધું બીજું
સ્થાન કબજે કર્યું છે. ગયા અઠવાડિયે પણ દીપ્તિ બે સ્થાન આગળ વધી હતી. હાલ તેના 729
રાટિંગ પોઈન્ટ્સ છે. દીપ્તિએ એશિયા કપની ફાઇનલમાં 3 વિકેટ ઝડપી હતી અને તે ટૂર્નામેન્ટમાં
સૌથી વધુ વિકેટ લેનારી બોલર પણ રહી હતી. બીજી તરફ બાટિંગ રેન્કિંગમાં વિસ્ફોટક ઓપનર
શેફાલી વર્મા એક સ્થાનના સુધારા સાથે છઠ્ઠા ક્રમે પહોંચી ગઈ છે. તે એશિયા કપમાં સૌથી
વધુ રન બનાવનારી બેટ્સમેન રહી હતી.