159 રનનાં લક્ષ્યને ફક્ત 14.5 ઓવરમાં પાર પાડયો: સંજુ સેમસનની આતશી અર્ધ સદી
નવીદિલ્હી,તા.1પ:
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની સીરીઝનાં આજે બીજા ટી-20 મેચમાં ભારતે ટોસ જીતીને
પહેલા ફિલ્ડીંગ લઈને અફઘાનિસ્તાનને 159 રનમાં ઓલ આઉટ કરી દીધી હતી. જેનાં જવાબમાં માત્ર
14.5 ઓવરમાં ભારતે આ લક્ષ્યને પાર પાડી લીધું હતું અને બીજા ટી-20માં પણ જીત સાથે શ્રેણી
વિજય અંકે કરી લીધો હતો.
ભારત
તરફથી સંજુ સેમસને ફક્ત 22 દડામાં 57 રનની મારફાડ ઈનિંગ રમી હતી. જેમાં 7 ચોગ્ગા અને
4 છગ્ગાનો ફટકાર્યા હતાં. આ ઉપરાંત અભિષેક શર્માએ 19 દડામાં 39, શ્રેયસ ઐયરે 11 દડામાં
11 રન, ઈરાન કિશને 23 દડામાં અણનમ 38 રન અને તિલક વર્માએ 14 દડામાં 15 રન કરીને ભારતની
આસાન જીત સુનિશ્ચિત કરી હતી.
ભારત
અફઘાન વચ્ચેની ત્રણ મેચની સીરિઝની બીજી ટી20 મેચમાં ભારતે સામે અફઘાનિસ્તાનની ટીમે
20 ઓવરમાં 8 વિકેટના નુકસાને 159 રન કર્યા હતા. અફઘાનિસ્તાનનું બાટિંગ પ્રદર્શન કંઈ
ખાસ રહ્યું ન હતું અને બેટ્સમેનોના નાના-મોટા યોગદાન થકી ટીમ માંડ સન્માનજનક સ્કોર
સુધી પહોંચી શકી હતી. અફઘાનિસ્તાનનો કોઈ પણ બેટ્સમેન અડધી સદી ફટકારી શક્યો ન હતો.
જ્યારે ભારત તરફથી શિવમ દુબે સિવાય તમામ બોલરોને વિકેટ ઝડપવામાં સફળતા મળી હતી. ભારતની
મજબૂત શરૂઆત થઈ હતી. 6 ઓવરમાં 82 રન વગર વિકેટે કર્યા હતા. સંજુએ 19માં 47 અને અભિષેકે
17માં 33 રન કર્યા હતા.
અફઘાનિસ્તાન
તરફથી કેપ્ટન ઇબ્રાહિમ ઝાદરાન સૌથી વધુ 33 બોલમાં 6 ચોક્કાની મદદથી 37 રન બનાવીને પેવેલિયન
પરત ફર્યો હતો. તેના સિવાય આક્રમક બેટ્સમેન રાશિદ ખાને 28, ડારવિશ રસુલીએ 26, મોહમ્મદ
નબીએ 20, સેદિકુલ્લાહ અટલે 12, અઝમતુલ્લાહ ઓમરઝઈએ 11 અને ગુલબદ્દીન નઇબે 10 રનનું સામાન્ય
યોગદાન આપ્યું હતું. ભારત તરફથી નીતીશ કુમાર
રેડ્ડીએ શાનદાર પ્રદર્શન કરતા સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. અર્શદીપ સિંહે 2 મહત્ત્વની
સફળતા મેળવી હતી હતી. આ ઉપરાંત અનુભવી જસપ્રીત બુમરાહ, સ્પિનર અક્ષર પટેલ અને રવિ બિશ્નોઈએ
ચુસ્ત બાલિંગ કરતા એક-એક વિકેટ પોતાના નામે કરી હતી.