• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

અમદાવાદના ઈજાગ્રસ્ત વેપારીને મદદે આવેલો ગઠીયો 1.79 લાખની માલમતા ભરેલી બેગ લઈ ફરાર

રાજકોટ આવી રહેલા વેપારીને ચોટીલા નજીક નડયો હતો અકસ્માત

રાજકોટ, તા. 18: અમદાવાદના નિકોલમાં રહેતા વેપારી રાજકોટ આવી રહ્યાં હતા ત્યારે તેમની કારને ચોટીલા નજીક અકસ્માત સર્જાયો હતો. જેમાં

ઈજાગ્રસ્ત વેપારીને રાજકોટની ખાનગી હોસ્પિટલ સુધી પહોંચાડીને ગઠીયો રૂપિયા 1.79 લાખની માલમતા

ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

આ બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે, અમદાવાદના નિકોલમાં આવેલી લોન હાઈટ્સ સદ્ગુરુ વાટિકા સામે રહેતો અશોક નથુભાઈ સભાડિયા (ઉં. 31) નામના વેપારી શુક્રવારે પોતાની કાર લઈને રાજકોટ તરફ આવી રહ્યાં હતાં ત્યારે ચોટીલા નજીક આવેલી નાગરાજ હોટલ પાસે તેની કારને અકસ્માત નડતા વેપારીને ઈજા પહોંચી હતી. અકસ્માતના પગલે લોકોના ટોળા એકઠા થયા હતા.

જે પૈકી એક શખસે ઘવાયેલા વેપારીને મદદે આવીને ઈજાગ્રસ્ત વેપારીને સારવાર માટે રાજકોટમાં આવેલી ગોકુલ હોસ્પિટલમાં ખસેડયો હતો. તેમજ વેપારી અશોકભાઈ પાસે રહેલી રૂપિયા 96 હજારના સોનાના બિસ્કિટ, લેપટોપ, રૂપિયા 40 હજારની રોકડ મળીને રૂપિયા 1,79,990ના મુદ્દામાલ ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયો હતો. આ અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પીએસઆઈ રાવલ અને તેની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક