• મંગળવાર, 25 જૂન, 2024

કાલાવડમાં ટ્રેક્ટર ઉપરથી ફંગોળાઈ જતા યુવકનું મૃત્યુ ખંઢેરામાં ઝેરી દવા પી અજાણ્યા યુવાનનો આપઘાત

જામનગર, તા. 18: કાલાવડમાં ટ્રેક્ટર ઉપરથી ફંગોળાઈ જતા યુવકનું મૃત્યુ નીપજ્યું છે. તો ખંઢેરામાં ઝેરી દવા પી જઈ અજાણ્યા યુવાને આપઘાત કરી લીધાનું પોલીસ ચોપડે નોંધાયું છે. 

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે, કાલાવડના કુંભનાથપરા વિસતારમાં રહેતા પ્રિયંક ભરતભાઈ સંઘાણી નામનો 25 વર્ષનો યુવાન ટ્રેક્ટરના પંખા પર બેસી જઈ રહ્યો હતો તે દરમિયાન પંખા પરથી કોઈ કારણસર તેઓ એકાએક નીચે પટકાતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો જયાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મિતુલભાઈ સંઘાણીએ કાલાવડ ટાઉન પોલીસમાં જાણ કરતા પોલીસે મૃતદેહનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બીજો બનાવ કાલાવડના ખંઢેરા ગામે રસીલાબેન પ્રવીણભાઈ વીરાણીની ફુલઝર નદીના કાંઠે આવેલ જમીનમાં અજાણ્યા પુરુષે કોઈ કારણોસર પાકમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી તેને ઝેરી અસર થયા બાદ તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ મામલે કરસનભાઈ ટમારિયાએ કાલાવડ ગ્રામ્ય પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક