• શનિવાર, 27 જુલાઈ, 2024

નશામુક્તિ અભિયાનની આડમાં ભડકાઉ ભાષણ આપનાર મૌલાના - આયોજકો સામે ફરિયાદ

આયોજકની એટ્રોસિટી હેઠળ ધરપકડ કરી  ચાર દિવસના મેળવાયા રિમાન્ડ

મોડાસા, તા.11: મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં મૌલાના મુફતી સલમાન અઝહરી અને આયોજક ઈશાકભાઈ ગોરી સામે ભડકાઉ ભાષણ અને એટ્રોસિટી મામલે ફરિયાદ નોંધાઈ હતી.

મહારાષ્ટ્ર ઘાટકોપરના મૌલાના મુફ્તી સલમાન અઝહરીની મુશ્કેલીઓ વધી રહી છે. મોડાસામાં 24 ડિસેમ્બરે યોજાયેલ નશામુક્તિ અભિયાન અને ધાર્મિક પ્રોગ્રામમાં મૌલાના મુફતી સલમાન અઝહરીએ ભડકાઉ ભાષણ કરતા અને અનુસૂચિત જાતિ સમાજ વિશે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરતા મૌલાના મુફ્તી સલમાન અઝહરી અને પ્રોગ્રામના આયોજક ઈશાકભાઈ ગોરી સામે ભડકાઉ ભાષણ અને એટ્રોસિટી એક્ટ હેઠળ મોડાસાસ ટાઉન પોલીસ સ્ટેશનમાં પીઆઇ ડી. કે. વાઘેલાએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઈશાક ગોરીની ધરપકડ કરી લીધી હતી. મૌલાનાની કચ્છ જિલ્લા પોલીસ કસ્ટડીમાંથી છૂટતાની સાથે જ અરવલ્લી પોલીસે ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

મોડાસા ટાઉન પોલીસે 4 ડિસેમ્બરે નશામુક્તિ અભિયાન અને ધાર્મિક પ્રોગ્રામનું આયોજન કરનાર ઈશાકભાઈ ગોરીની પૂછપરછ બાદ ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ઈશાક ગોરીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર થતાં ટાઉન પોલીસે સઘન પૂછપરછ હાથ ધરી છે. સમગ્ર કેસની તપાસ ડીવાય.એસ.પી. કે. જે. ચૌધરીની રાહબરી હેઠળ ચાલી રહી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક