• શનિવાર, 18 જુલાઈ, 2026

પોરબંદર : ડબલ મર્ડર કેસનો પેરોલ જમ્પ આરોપી પાળિયાદથી ઝડપાયો

પોરબંદર, તા.17: પોરબંદર નજીકના આદિત્યાણા ગામના અને ડબલ મર્ડરના ગુનામાં સંડોવાયેલા નામીચા આરોપી વિંઝા ઉર્ફે વિજય રામદે મોઢવાડિયા (ઉં.વ. 38)ને રાજકોટ પોલીસની પેરોલ ફર્લો સ્ક્વોડે બોટાદ જિલ્લાના પાળિયાદ ખાતેથી ઝડપી લીધો છે. રાજકોટની મધ્યસ્થ જેલમાંથી વચગાળાના જામીન મેળવ્યા બાદ આ આરોપી ફરાર થઈ ગયો હતો. રાજકોટ શહેર પોલીસ કમિશનર અને ક્રાઈમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી પોલીસ ઇન્સ્પેક્ટર કે. કે. ગોહિલ અને સબ ઇન્સ્પેક્ટર એસ. બી. ધાધૂરાની ટીમે હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ એનાલિસિસના આધારે આ સફળ કામગીરી કરી આરોપીને ફરી જેલહવાલે કરવાની તજવીજ હાથ ધરી છે.  પકડાયેલા આરોપી વિંઝા ઉર્ફે વિજય મોઢવાડિયાના ગુનાહિત ઇતિહાસની તપાસ કરતા તેની સામે વર્ષ 2018માં રાણાવાવ પોલીસ સ્ટેશનમાં હત્યાના બે ગુના નોંધાયા હોવાનું સામે આવ્યું છે. 

 

ઇ-પેપરના નવા શુલ્ક