• શુક્રવાર, 03 મે, 2024

રેલવે ટ્રેક ઉપર આવી ચડેલા સિંહનો લોકો પાઇલટની સમયસૂચકતાથી જીવ બચ્યો

ડિવિઝનલ મેનેજર દ્વારા લોકો પાઇલટનું પ્રશંસનીય કામગીરી માટે સન્માન

ભાવનગર, તા.21: ભાવનગર રેલ્વે મંડલ સિંહો અને વન્યજીવોના સંરક્ષણ માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. મંડલની સૂચના મુજબ માલગાડીઓનું સંચાલન કરતા લોકો પાઇલટ નિર્ધારિત ગતિનું પાલન કરી રહ્યા છે. ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ ગત તા.20 ના રેલવેના લોકો પાઇલટ વિજય મેર માલગાડી પર કામ કરતી વખતે પીપાવાવ-રાજુલા સેક્શનની વચ્ચે અચાનક સિંહને ટ્રેક પર આવતો જોઈને તેણે ઇમરજન્સી બ્રેક લગાવી ટ્રેનને અટકાવી દઈ સિંહનો જીવ બચાવ્યો હતો.

આ માહિતી લોકો પાઇલટે ડિવિઝનલ ઓફિસ કંટ્રોલને આપી હતી. માહિતી મળતાં, ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમાર દ્વારા લોકો પાઇલટને તેમના પ્રશંસનીય કાર્ય માટે સન્માનિત કરવામાં આવ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક