• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

દુષ્કર્મ કરવા બે વર્ષની બાળકીને ઉઠાવી લાવ્યો, પણ કૂતરા ભસતાં મૂકીને ભાગ્યો

અમદાવાદનાં વસ્ત્રાપુરમાં માસૂમ બાળા  હેવાનિયતનો શિકાર બનતા બચી ગઈ

 

અમદાવાદ, તા. 23: ગુજરાતમાં પરપ્રાંતીય મજૂરોએ માઝા મુકી છે અને અવનવા ગુનાઓને અંજામ આપી રહ્યાં છે. આવા હેવાનો માસૂમને પણ છોડતા નથી. આવો જ તાજો કિસ્સો અમદાવાદના વસ્ત્રાપુરમાં બન્યો છે. જેમાં 2 વર્ષની એક બાળકી દુષ્કર્મનો ભોગ બનતાં રહી ગઈ હતી. સદનસીબે કૂતરાઓએ ભસીને બાળકીને દુષ્કર્મથી બચાવી હતી.

ઘટનાની વિગત એવી છે કે મૂળ બિહારના 22 વર્ષીય હેવાન વિજય મહતોએ દુષ્કર્મ કરવાના ઈરાદાથી ગુરુદ્વારાથી વસ્ત્રાપુર તળાવ રોડ ઉપર બાજુમાં સૂતા પરિવારની બે વર્ષની બાળકીને ઉઠાવીને વસ્ત્રાપુર તળાવ પાસે લઈ આવ્યો હતો અને ત્યાં નરાધમ માસૂમ પર દુષ્કર્મ કરવા માગતો હતો પરંતુ સદનસીબે કૂતરાઓએ ભસીને હોહા કરી મૂકતા હેવાન બાળકી મૂકીને ભાગ્યો

હતો.

સૂત્રોના અનુસાર આરોપીએ ગુરુદ્વારાથી વસ્ત્રાપુર તળાવ રોડ ઉપર બાજુમાં સૂતા પરિવારની બે વર્ષની બાળકીનું અપહરણ કર્યું હતું અને તેને વસ્ત્રાપુર તળાવ પાસે લઈ આવ્યો હતો. પરંતુ શ્વાનનું ટોળું ભસવા લાગતા આરોપી બાળકીને ત્યાં જ છોડીને ભાગી ગયો હતો.

સ્થાનિક લોકોએ બાળકીને રેસ્ક્યૂ કરી પોલીસ સ્ટેશનમાં સોંપી હતી. આ બાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપીની શોધખોળ શરૂ કરી હતી. સીસીટીવી દ્વારા શોધખોળ કરતા ફાઇવ સ્ટાર હોટલોમાં છૂટક મજૂરી કામ કરતા વિજય મહતો નામના બિહારના આરોપીને ઝડપી પાડયો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક