-‘આત્મનિર્ભર’
અભિયાન વચ્ચે આયાત 7.45 ટકા વધી, નિકાસ 1.2 ટકા ઘટી
નવી
દિલ્હી, તા. 14 (પીટીઆઈ) : ‘આત્મનિર્ભર ભારત’નાં અભિયાન વચ્ચે દેશની આયાતમાં વધારો
થયો છે, તો નિકાસમાં ઘટાડો થયો છે, તેવા સમાચાર સરકાર દ્વારા બુધવારે જારી કરાયેલા
આંકડા પરથી મળે છે.
દેશની
વેપારી નિકાસ એક વર્ષ પહેલાં 34.39 અબજ ડોલર હતી, જેની સામે જુલાઈ મહિનામાં ઘટીને
33.98 અબજ અમેરિકી ડોલર થઈ ગઈ હતી.
બીજી
તરફ, આયાતમાં 7.45 ટકાનો વધારો થયો છે. ગત વર્ષના જુલાઈ મહિનામાં 53.49 અબજ ડોલર સામે
આ વખતે જુલાઈમાં નિકાસ વધીને 57.48 અબજ ડોલર થઈ ગઈ હતી.
આમ,
નિકાસમાં 1.2 ટકા ઘટાડો થયો છે, તો આયાતમાં 7.45 ટકા વધારો થયો છે, તેવું સરકારી આંકડા
કહે છે.
સમિક્ષા
હેઠળના મહિનામાં વ્યાપારીખાધ અથવા આયાત અને નિકાસ વચ્ચેનો તફાવત 23.5 અબજ ડોલર રહ્યો
છે. પત્રકારો સાથે વાત કરતાં વાણિજ્ય સચિવ સુનીલ બર્યવાલે કહ્યું હતું કે, વર્તમાન
પ્રવાહને જોતાં વસ્તુ અને સેવાઓની દેશની કુલ્લ નિકાસ વિતેલાં વર્ષના આંકડાને આંબી જશે.
જૂન
મહિનામાં વેપારી ખાધ વધીને 20.98 અબજ ડોલર થઈ જવા છતાં દેશની વેપારી નિકાસ 2.56 ટકા
વધીને 35.2 અબજ ડોલર રહી હતી.