• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

‘ભ્રષ્ટાચાર બદલ મોદીએ માફી માગી’

સાંગલીમાં કોંગ્રેસ નેતા રાહુલના પ્રહાર : શિવાજીનું અપમાન કરાયું; ભાજપ નફરત ફેલાવે છે

મુંબઈ, તા.5 : મહારાષ્ટ્ર પ્રવાસે પહોંચેલા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ગુરૂવારે સાંગલીમાં જનસભાને સંબોધતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા હા. રાહુલે કહ્યું હતું કે, ભ્રષ્ટાચારના કારણે શિવાજી મહારાજની મૂર્તિ તૂટવા બદલ વડાપ્રધાને માફી માગી હતી.  વિરોઘ પક્ષના નેતાએ એવા આરોપ મૂક્યા હતા કે, મોદીના માફી માગવાના અનેક કારણ હોઈ શકે. પહેલાં કારણમાં શિવાજીની મૂર્તિનો કેન્દ્ર સરકાર આરએસએસના કોઈ વ્યક્તિને અપાયો હતો.

બીજું કારણ એ હોઈ શકે કે, મૂર્તિ બનાવવામાં ભ્રષ્ટાચાર થયો અને ત્રીજાં કારણમાં શિવાજીની મૂર્તિ બનાવાઈ, પરંતુ અડગ ઉભી રહે તેના માટે ધ્યાન નથી અપાયું, તેવા પ્રહારો રાહુલે કર્યા હતા.

કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીએ શિવાજીનું અપમાન કર્યું છે. તેમણે માત્ર શિવાજી નહીં, પરંતુ મહારાષ્ટ્રના દરેક વ્યક્તિની માફી માગવી જોઈએ.

જે આપ સૌ હિન્દુસ્તાનમાં આજે જોઈ રહ્યા છો, તે રાજનીતી છે જ નહીં આજે આપણા દેશમાં વિચારધારાઓનું યુદ્ધ ચાલે છે.

દેશના ખૂણેખૂણામાં ભાજપ નફરત ફેલાવે છે. આ નવી વાત નથી. તેઓ સદીઓથી આ જ કામ કરી રહ્યા છે. તેવા પ્રહાર રાહુલે કેસરીયા પક્ષ પર કર્યા હતા.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીના સેમિ ફાઇનલમાં ભારતની આજે દ. કોરિયા સામે ટક્કર લીગ રાઉન્ડમાં કોરિયાને હાર આપનાર ભારત આ ટીમને હળવાશથી લેવાની ભૂલ કરશે નહીં September 16, Mon, 2024

Crime

સાયલાનાં સુદામડા ગામે ખનીજ માફિયાઓ વિરુદ્ધ અરજી કરનાર પરિવારનાં ઘર પર અંધાધૂધ ફાયરિંગ September 16, Mon, 2024