• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

‘ભૂમધ્ય સાગરનાં અર્થતંત્રમાં ભારત મહત્ત્વનું ભાગીદાર બની શકે’

વિદેશ મંત્રી જયશંકરએ કહ્યું, પરસ્પરના લાભ માટે હિંદ પ્રશાંત ક્ષેત્ર અને ભૂમધ્ય સાગર ક્ષેત્ર વચ્ચે સંપર્ક જરૂરી

 

નવી દિલ્હી, તા. 7 : વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું છે કે, ભારત આગામી વર્ષોમાં ભૂમધ્ય સાગરથી લઈને પશ્ચિમમાં એટલાન્ટિક અને પ્રશાંત મહાસગાર સુધી આર્થિક અને રણનીતિક સંબંધોને મજબૂત કરવાની યોજના ઉપર કામ કરી રહ્યું છે. નવી દિલ્હીમાં સીઆઇઆઇ ઇન્ડિયા મેડિટેરિનિયન બિઝનેસ કોન્ક્લેવના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કરતા જયશંકરે ભૂમધ્ય સાગર ક્ષેત્રમાં ભારતની ભાગીદારી વધાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે ભૂમધ્ય સાગરની અર્થવ્યવસ્થામાં ભારત એક મોટા ભાગીદારની ભૂમિકા ભજવી શકે છે.

જયશંકરે એમ પણ કહ્યું હતું કે, છેલ્લાં અમુક વર્ષમાં ભૂમધ્ય સાગર ક્ષેત્રના દેશો સાથે ભારતના સંબંધમાં પ્રગતિ થઈ છે. તેઓના માનવા પ્રમાણે ગયાં વર્ષે ભૂમધ્ય સાગર ક્ષેત્રમાં ભારતના વેપારનું સ્તર 77.89 બિલિયન અમેરિકી ડોલર સુધી પહોંચી ગયું છે. કોન્ક્લેવને સંબોધિત કરતા જયશંકરે કહ્યું હતું કે, ગયા વર્ષે દિલ્હીમાં જી20 શિખર સંમેલનમાં ભરત-મધ્ય પૂર્વ યુરોપ આર્થિક કોરિડોરની ઘોષણાએ હકીકતમાં આશાના ઘણા દ્વાર ખોલ્યા છે.

અક્ષય ઊર્જાનાં ક્ષેત્રમાં ભારત દ્વારા કરવામાં આવેલી પ્રગતિ ઉપર બોલતા જયશંકરે ઉમેર્યું હતું કે ભારતે વન સન, વન વર્લ્ડ, વન ગ્રિડ પહેલનું સમર્થન કર્યું છે. આ દૂરદર્શી પ્રયાસ એક ગ્રિન ગ્રિડનું નિર્માણ કરે છે જે વિભિન્ન ભૌગોલિક ક્ષેત્રમાં અક્ષય ઊર્જાના હસ્તાંતરણને સક્ષમ બનાવે છે. ભારત જેવો દેશ કે જેણે સરેરાશ દર દોઢ વર્ષમાં બે નવી મેટ્રો બનાવી છે. જેણે છેલ્લાં 10 વર્ષથી વાર્ષિક સાત નવા એરપોર્ટ બનાવ્યા છે તે ભૂમધ્ય સાગરની અર્થવ્યવસ્થામાં મહત્ત્વનું ભાગીદાર બની શકે છે.

દુનિયામાં ભારતની વધતી આર્થિક સ્થિતિ ઉપર બોલતા જયશંકરે કહ્યું હતું કે, આજે ભારત પાંચમું સૌથી મોટું અર્થતંત્ર છે અને દશકના અંત સુધીમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે. ભૂમધ્ય સાગર લગભગ 600 પોર્ટના માધ્યમથી વૈશ્વિક સમુદ્રી વ્યાપારમાં 25 ટકા યોગદાન આપે છે. એટલે આંતરરાષ્ટ્રીય વાણિજ્ય માટે મહત્ત્વનો વિસ્તાર છે. પરસ્પરના લાભ માટે ભૂમધ્ય સાગરને હિંદ પ્રશાંત ક્ષેત્ર સાથે જોડયો યોગ્ય છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીના સેમિ ફાઇનલમાં ભારતની આજે દ. કોરિયા સામે ટક્કર લીગ રાઉન્ડમાં કોરિયાને હાર આપનાર ભારત આ ટીમને હળવાશથી લેવાની ભૂલ કરશે નહીં September 16, Mon, 2024

Crime

સાયલાનાં સુદામડા ગામે ખનીજ માફિયાઓ વિરુદ્ધ અરજી કરનાર પરિવારનાં ઘર પર અંધાધૂધ ફાયરિંગ September 16, Mon, 2024