• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

પાક.ની કિસ્મત બદલશે : સમુદ્રી સીમામાં મળ્યો તેલ, ગેસનો ભંડાર

ઈસ્લામાબાદ, તા. 7 : પાકિસ્તાનની સમુદ્રી સીમામાં પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસનો એક મોટો ભંડાર મળી આવ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ ભંડાર એટલો મોટો છે કે તેમાંથી પાડોસી દેશની કિસ્મત બદલી શકે છે. ડોન ન્યૂઝ ટીવીએ શુક્રવારે એક વરિષ્ઠ સુરક્ષા અધિકારીના હવાલાથી કહ્યું હતું કે, તેલ અને ગેસના ભંડારની હાજરીની પુષ્ટિ કરવા માટે એક મિત્ર દેશના સહયોગથી ત્રણ વર્ષ સુધી સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું.

ભૌગોલિક સર્વેક્ષણથી પાકિસ્તાનના ભંડારનાં સ્થળની ઓળખ કરવામાં મદદ મળી હતી. સંબંધિત વિભાગોએ સરકારને પાકિસ્તાની સમુદ્રી સીમામાં તેલ સંસાધન અંગે જાણકારી આપી હતી. અધિકારીના કહેવા પ્રમાણે સંસાધનનો લાભ ઉઠાવવા માટે બોલી અને પ્રસ્તાવનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. જેનો અર્થ એ છે કે નજીકના ભવિષ્યમાં વધુ કામગીરી શરૂ કરવામાં આવશે. જો કે કૂવાનું ખોદકામ અને ખનનનાં કામમાં ઘણાં વર્ષ લાગી શકે છે.  અધિકારીના હવાલાથી કહેવામાં આવ્યું છે કે આ મામલે પહેલ કરવા અને ઝડપથી કામ પૂરું કરવાથી દેશની આર્થિક સ્થિતિમાં સુધારો આવવાની સંભાવના છે. અમુક અનુમાનમાં કહેવામાં આવ્યું છે કે આ શોધ દુનિયામાં ચોથો સૌથી મોટો તેલ અને ગેસનો ભંડાર છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીના સેમિ ફાઇનલમાં ભારતની આજે દ. કોરિયા સામે ટક્કર લીગ રાઉન્ડમાં કોરિયાને હાર આપનાર ભારત આ ટીમને હળવાશથી લેવાની ભૂલ કરશે નહીં September 16, Mon, 2024

Crime

સાયલાનાં સુદામડા ગામે ખનીજ માફિયાઓ વિરુદ્ધ અરજી કરનાર પરિવારનાં ઘર પર અંધાધૂધ ફાયરિંગ September 16, Mon, 2024