• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

ચંદ્ર ઉપર પણ ભૂકંપ : ચંદ્રયાને કર્યો ખુલાસો

ઈસરોના કહેવા પ્રમાણે ચંદ્રયાનનાં ઉપકરણે 200થી વધારે ભૂકંપના સંકેતો નોંધ્યા

 

નવી દિલ્હી, તા. 7 : ધરતી ઉપર તો ભૂકંપ આવે છે, ચંદ્ર ઉપર પણ ભૂકંપના ઝટકા આવતા રહે છે. ચંદ્રયાન-3એ આ જાણકારી આપી છે. રિપોર્ટ અનુસાર ઉલ્કાપિંડ કે ગરમી સંબંધિત પ્રભાવના કારણે આ ઝટકા લાગે છે. ઈસરોએ ચંદ્રયાન-3ના ભૂકંપ સંકેતક ઉપકરણથી પ્રાપ્ત આંકડાનું પ્રારંભિક વિશ્લેષણ કર્યું છે. જેમાં જાણકારી સામે આવી છે.

એક શોધપત્ર અનુસાર ચંદ્ર ભૂકંપીય ગતિવિધિ ઉપકરણ (ઈલ્સા) દ્વારા નોંધવામાં આવેલા 190 કલાકના આંકડાનું અવલોકન કરવામાં આવ્યું છે. ઈસ્લા પાંચ પ્રમુખ વૈજ્ઞાનિક ઉપકરણમાંથી એક છે જેને ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર પોતાની સાથે લઈ ગયા હતા. શોધકર્તાના કહેવા પ્રમાણે ડેટાથી વધારે જાણકારી પ્રાપ્ત કરવા માટે વિસ્તૃત અભ્યાસની જરૂરિયાત છે. ઈસરોના કહેવા પ્રમાણે ભૂકંપની જાણકારી મેળવવા માટે 2 સપ્ટેમ્બર 2023 સુધી સતત સંચાલિત કરવામાં આવ્યું હતું અને બાદમાં બંધ કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ લેન્ડરને પ્રારંભિક બિંદુથી 50 સેમી દૂર એક નવા બિંદુએ સ્થાનાંતરિત કરવામાં આવ્યું હતું. ઈસ્લાએ ચંદ્રની સપાટી ઉપર લગભગ 218 કલાક કામ કર્યું હતું. જેમાંથી 190 કલાકનો ડેટા ઉપલબ્ધ છે. અભ્યાસના લેખકોએ કહ્યું છે કે 250થી વધારે વિશિષ્ટ સંકેતની ઓળખ કરી છે. જેમાંથી લગભગ 200 સંકેત રોવરની ભૌતિક ગતિવિધિથી સંબંધિત છે. લેખકોએ લેન્ડર અથવા રોવરની ગતિવિધિથી ન જોડાઈ શકેલા 50 સંકેતને અલગ તારવ્યા છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીના સેમિ ફાઇનલમાં ભારતની આજે દ. કોરિયા સામે ટક્કર લીગ રાઉન્ડમાં કોરિયાને હાર આપનાર ભારત આ ટીમને હળવાશથી લેવાની ભૂલ કરશે નહીં September 16, Mon, 2024

Crime

સાયલાનાં સુદામડા ગામે ખનીજ માફિયાઓ વિરુદ્ધ અરજી કરનાર પરિવારનાં ઘર પર અંધાધૂધ ફાયરિંગ September 16, Mon, 2024