• શનિવાર, 21 ડિસેમ્બર, 2024

મુસ્લિમ દેશો ઈરાનનો સાથ આપે : ખામેનેઈ

ઈઝરાયલ ઉપર મિસાઈલના વરસાદ બાદ પહેલી વખત ખામેનેઈનું સાર્વજનિક સંબોધન, ઈઝરાયલે લેબનોનમાં અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો, હિઝબુલ્લાહ ટોપ કમાન્ડર સફીદ્દીન ઢેર

નવી દિલ્હી, તા. 4 : ઈઝરાયલ ઉપર 200 જેટલી મિસાઈલથી હુમલો કર્યા બાદ પહેલી વખત ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લાહ ખામેનેઈએ ભાષણ આપતા દુનિયાભરના મુસ્લિમોને એકજુથ થવા અપીલ કરી હતી. ખામેનેઈએ કહ્યું હતું કે અલ્લાહના બતાવેલા રસ્તાથી ન હટે, દુશ્મનો પોતાની શૈતાની સરકાર વધારવા માટે છે. જો કે મુસ્લિમ સાથે રહેશે તો તેનું ભલું થશે અને દુશ્મનોના મનસુબા નાકામ થશે. એક તરફ ખામેનેઈએ ભાષણ કર્યું હતું તો બીજી તરફ ઈઝરાયલે લેબેનોન ઉપર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો હતો. જેમાં હિઝબુલ્લાહના ટોપ કમાન્ડર હાશેમ સફીદ્દીનને નિશાન બનાવવામાં આવ્યો હતો અને તેને ઢેર કર્યો હતો. નસરલ્લાહના મોત બાદ હાશેમને ઉત્તરાધિકારી માનવામાં આવતો હતો.

ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ અલી ખામેનેઈએ શુક્રવારની નમાઝનું નેતૃત્વ કરતા લોકોને સંબોધિત કર્યા હતા. પાંચ વર્ષમાં પહેલી વખત ખામેનેઈએ નમાઝ બાદ સાર્વજનિક રીતે સંબોધન કર્યું હતું. આ દરમિયાન ઈઝરાયલ ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે, અરબના મુસ્લિમ દેશોએ ઈરાનનો સાથ આપવો જોઈએ. મુસ્લિમ દેશોનો એક જ દુશ્મન છે અને તેને મળીને હરાવવો પડશે. હિઝબુલ્લાહના પ્રમુખ નસરલ્લાહની મોત બાદ ઈરાન તરફથી છોડવામાં આવેલી મિસાઈલ ઉપર ખામેનેઈએ પ્રતિક્રિયા આપતા હુમલાને યોગ્ય ગણાવ્યો હતો. પોતાના સંબોધનમાં ખામેનેઈએ કહ્યું હતું કે ઈઝરાયલને જવાબ આપવામાં ઉતાવળ કે વિલંબ કરવામાં આવશે નહી.

આ દરમિયાન ઈઝરાયલે  લેબેનોનમાં અત્યારસુધીનો સૌથી મોટો હુમલો કરતા હિઝબુલ્લાહના ટોપ કમાન્ડર હાશેમ સફીદ્દીનને નિશાન બનાવ્યો હતો. સફીદ્દીન હિઝબુલ્લાહનો ભવિષ્યનો પ્રમુખ બને તેવી સંભાવના હતી.  નસરલ્લાહના મોત બાદ આ વિસ્તારમાં અત્યારસુધીનો સૌથી મોટો બોમ્બમારો હતો. 2017મા હાશેમને અમેરિકા દ્વારા આતંકી ઘોષિત કરવામાં આવ્યો હતો. તે હિઝબુલ્લાહના રાજનીતિક મામલામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત ઈઝરાયલે લેબેનોન ઉપર વધારે ઘાતક હુમલાના સંકેત આપ્યા છે. ઈઝરાયલી સેનાએ દક્ષિણ લેબનોના ગામમાંથી લોકોને બને તેટલી ઝડપથી ચાલ્યા જવા કહ્યું છે. આ ચેતવણીથી ઈઝરાયલની કાર્યવાહીમાં વિસ્તારનો સંકેત મળી રહ્યો છે.

 

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક