• મંગળવાર, 10 ડિસેમ્બર, 2024

ચોથી વખત ઝારખંડના સીએમ બન્યા હેમંત સોરેન

શપથગ્રહણ સમારોહના મંચ ઉપર ઈન્ડિયા બ્લોકના નેતાઓએ હાજરી આપી કર્યું શક્તિપ્રદર્શન

રાંચી, તા. 28 : ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ)ની આગેવાનીમાં ઈન્ડિયા બ્લોકને મોટી જીત મળી હતી. ચૂંટણી પરિણામના પાંચ દિવસ બાદ ઝારખંડને નવી સરકાર મળી ચુકી છે. રાજ્યપાલ સંતોષ ગંગવારે હેમંત સોરેનને ઝારખંડના મુખ્યમંત્રી પદે શપથ અપાવી દીધા છે. હેમંત સોરેને રાંચીના મોરહાબાદી મેદાનમાં આયોજીત ભવ્ય કાર્યક્રમમાં ઝારખંડના 14મા મુખ્યમંત્રીના રૂપમાં પદ અને ગોપનિયતાના શપથ લીધા હતા.

હેમંત સોરેન ચોથી વખત ઝારખંડના મુખ્યમંત્રી બન્યા છે. સીએમ સાથે છથી આઠ મંત્રી પણ શપથ લેશે તેવી ચર્ચા હતી પણ આ ચર્ચા ખોટી પડી છે. હેમંત સોરેનના શપથગ્રહણમાં પિતા અને ત્રણ વખતના પૂર્વ સીએમ શિબૂ સોરેન હાજર રહ્યા હતા. હેમંત સરકારના ગઠન સમયે ઈન્ડિયા બ્લોકના નેતાઓએ હાજરી આપીને શક્તિપ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજી, બિહારમાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવ, યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ઉંચડી ગામે ભીક્ષાવૃત્તિ કરતા યુવાનની હત્યા કરનાર ત્રણ શખસ ઝડપાયા દારૂની મહેફિલમાં ડખ્ખો થતા બોથડ પદાર્થના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું’તું December 10, Tue, 2024