• મંગળવાર, 07 જાન્યુઆરી, 2025

સુરતમાં બોગસ તબીબોનો રાફડો ફાટયો : વધુ ત્રણ ઝડપાયા

સુરત, તા.4: શહેરમાં કોઈપણ પ્રકારની ડિગ્રી કે બીમારીની જાણકારી વગર લોકોની સારવાર કરતા બોગસ તબીબોનો જાણે રાફડો ફાટયો છે ! લિંબાયત પોલીસ દ્વારા પણ ગત રોજ લિંબાયત વિસ્તારમાંથી ત્રણ ક્લિનીકો ઉપર દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં લિંબાયત મંગલ પાંડે હોલની સામે અષ્ટ વિનાયક સોસાયટીમાં રહેતા ધર્મરાજ બૈજનાથ યાદવે કિરણ ક્લિનીક તેમજ સંજય નગરમાં રહેતા રાજેશ રામકિશોર યાદવે સાંઈદર્શન ક્લિનીક અને સંતોષનગર પાસે દિના આદીત્ય ક્લીતાએ મીનાલ ક્લિનીક ખોલી દઈ ડિગ્રી વગર પ્રેક્ટીસ શરૂ કરી દીધી હતી. ત્રણેય આરોપીઓ ગુજરાત મેડીકલ પ્રેક્શીનગરની કોઈ ડિગ્રી વગર જ લોકોના જીવ જોખમમાં મુકાઈ તે રીતે લોકોની સારવાર કરવાનું શરૂ કરી દીધુ હતુ.

 જેથી પોલીસે દરોડો પાડી ત્રણેય બોગસ તબીબો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક