• મંગળવાર, 07 જાન્યુઆરી, 2025

આજથી હવામાન પલટો : ઠંડી સાથે વરસાદ

પંજાબ, હિમાચલ, ઉત્તરાખંડમાં વરસાદની સંભાવના : 14 રાજયમાં ગાઢ ધુમ્મસ

નવી દિલ્હી, તા.4 : રવિવારથી હવામાનમાં પલટો જોવા મળશે. હવામાન વિભાગ અનુસાર તા.પ અને 6 જાન્યુઆરી દરમિયાન ઠંડી સાથે વરસાદ વરસી શકે છે. પંજાબ, હિમાચલ અને ઉત્તરાખંડમાં વરસાદનું એલર્ટ અપાયું છે. ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં બે દિવસ વરસાદ પડી શકે છે.

7 જાન્યુઆરી સુધી ઉત્તર ભાગમાં હિમ વરસાદ અને વરસાદ સાથે જોવા મળી શકે છે. પશ્ચિમ અને મધ્ય ભારતમાં આગામી બે દિવસ ગાઢ ધુમ્મસ છવાઈ શકે છે. 14 રાજયમાં હાલ ધુમ્મસનો પ્રકોપ છવાયેલો છે જેને પગલે દિલ્હી અને કોલકત્તાના એરપોર્ટ પર ર9પ ફલાઈટ મોડી પડી હતી.પંજાબ, હરિયાણા,યુપી અને દિલ્હીમાં વિઝિબ્લ્ટી શૂન્ય સુધી પહોંચી છે. જેને પગલે અનેક ફલાઈટ અને ટ્રેનો મોડી પડી છે.

દિલ્હી એરપોર્ટે શનિવારે સવારે રપપ ફલાઈટ નિર્ધારીત સમયે ઉડાન ભરી શકી ન હતી. 43 ફલાઈટ રદ્દ કરવામાં આવી છે.દિલ્હી સ્ટેશને ટ્રેનો મોડી હતી. કોલકત્તા એરપોર્ટે 40 ફલાઈટ મોડી પડી અને પાંચ રદ્દ કરવામાં આવી હતી. અન્ય શહેરોમાં પણ ધુમ્મસને કારણે ફલાઈટ અને ટ્રેનો અસરગ્રસ્ત બની છે.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક