• મંગળવાર, 07 જાન્યુઆરી, 2025

સિડનીમાં ભારતને ઝટકો : બુમરાહને ઈજા

મેચ દરમિયાન સ્કેન માટે બુમરાહને હોસ્પિટલે લઈ જવાયો

નવી દિલ્હી, તા. 4 : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીનો પાંચમો અને નિર્ણાયક મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર રમાઈ રહ્યો છે. આ દરમિયાન ભારતને શનિવારે મેચના બીજા દિવસે 440 વોલ્ટનો ઝટકો લાગ્યો છે. ભારતનો કાર્યકારી કેપ્ટન બુમરાહ ઈજાગ્રસ્ત થયો છે. બુમરાહને મેચ દરમિયાન જ સ્કેન માટે હોસ્પીટલે લઈ જવામાં આવ્યો હતો. હવે તે ફરી મેદાનમાં ઉતરશે કે નહી તેનો નિર્ણય સ્કેનના રિઝલ્ટ બાદ જ થશે. બુમરાહને હોસ્પીટલે  લઈ જતા સમયનો વિડિયો પણ સામે આવ્યો છે. બુમરાહની ગેરહાજરીમાં વિરાટ કોહલી ભારતીય ટીમની કમાન સંભાળી રહ્યો છે.

બુમરાહે વર્તમાન ટેસ્ટ શ્રેણીમાં ધારદાર બોલિંગ કરી છે. બુમરાહ અત્યારસુધીમાં 32 વિકેટ લઈ ચુક્યો છે. જે બીજીટીમાં સર્વાધિક વિકેટ છે. ઉલ્લેખનીય છે કે રોહિત શર્મા સિડની ટેસ્ટ રમી રહ્યો નથી. ખરાબ ફોર્મના કારણે પોતે અંતિમ ટેસ્ટ ન રમવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ ઉપકેપ્ટન બુમરાહને જવાબદારી મળી હતી. બુમરાહના નેતૃત્વમાં ભારતે પર્થ ટેસ્ટમાં 295  રને જીત મેળવી હતી. બુમરાહ શનિવારે લંચના સમયે પહેલી વખત મેદાનની બહાર ગયો હતો અને પછી બ્રેક બાદ એક ઓવર બોલિંગ કરી હતી. જો કે અસુવિધા લાગતા ફરી મેદાનની બહાર જવું પડયું હતું. તેની જગ્યાએ સબસ્ટીટયુટ અભિમન્યુ ઈશ્વરન મેદાનમાં ઉતર્યો હતો.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક