• મંગળવાર, 07 જાન્યુઆરી, 2025

ખનૌરી સરહદે મહાપંચાયત : ડલ્લેવાલે કહ્યું, કિસાનો જીતશે પંજાબ તરફ લાગ્યો 7 કિ.મી.નો જામ : સલામતીદળોનો ખડકલો

પટિયાલા, તા.4 : કિસાનો-કેન્દ્ર સરકાર વચ્ચે જારી મડાગાંઠ વચ્ચે આજે હરિયાણા-પંજાબની ખનૌરી સરહદે કિસાનોની મહાપંચાયત યોજાઈ હતી. અહીં જ કિસાન નેતા જગજિતસિંહ ડલ્લેવાલ અનશન પર છે. સરકારી એજન્સી અનુસાર તેમના આંદોલનને ટેકો આપવા માટે અહીં 80થી 90 હજાર લોકો પહોંચ્યા હતા. આ દરમ્યાન પંજાબ તરફથી આશરે સાત કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.

દરમ્યાન, હરિયાણા તરફ ખનૌરીમાં શાંતિ જળવાયેલી હતી.અહીં રાજ્ય સરકારે પહેલાંથી જ જીંદ જિલ્લામાં બીએનએસની કલમ 163 લાગુ કરી હતી. આ ઉપરાંત પોલીસ અને અર્ધસૈનિક દળોની 21 કંપની ખડકવામાં આવી હતી. માર્ગપરિવહન અને પોલીસની આશરે 20 બસ, પાંચ એમ્બ્યુલન્સ અને વ્રજ વાહનને તૈનાત કરવામાં આવ્યાં હતાં. આ વ્યવસ્થાને કારણે હરિયાણા તરફથી કોઈ મહાપંચાયતમાં સામેલ થઈ શક્યું ન હતું.

વીતેલા 40 દિવસથી અનશન પર બેઠેલા ડલ્લેવાલને સ્ટ્રેચરથી મહાપંચાયતના સ્થળે લઈ જવામાં આવ્યા હતા. અહીં તેમણે આશરે 9 મિનિટ સુધી કિસાનોને સંબોધન કર્યું હતું. આ પછી તેમને મંચ પરથી ઉતારી લેવામાં આવ્યા હતા. ડલ્લેવાલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે કેન્દ્ર સામેની લડાઈમાં કિસાનોની જીત થશે. 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક