પનામા
કેનાલ, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન, પેરિસ સમજૂતી, ટિકટોક અંગે આદેશ ચીન વિરોધી
વોશિંગ્ટન,
તા.ર1 : અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિશાને ચીન છે અને પહેલા દિવસે
જ તેમણે 4 એવા આદેશ કર્યા છે ચીન પર સીધા પ્રહાર સમાન છે. ટ્રમ્પે પનામા કેનાલ, વિશ્વ
સ્વાસ્થ્ય સંગઠન, પેરિસ સમજૂતી અને ટિકટોક અંગે આદેશમાં ચીનની મુશ્કેલી વધારી છે.
પેરિસ
જળવાયુ સમજૂતીમાંથી અમેરિકા નીકળી ગયું છે જે માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પે ચીનને જવાબદાર
ઠેરવ્યું છે. તેમણે કહ્યું કે હું અન્યાયપૂર્ણ, એકતરફી પેરિસ જળવાયુ સમજૂતીથી તુરંત
હટી રહ્યો છું. ચીન કોઈ રોકટોક વિના પ્રદૂષણ ફેલાવી રહ્યું છે. અમેરિકા પોતાના ઉદ્યોગોને
નુકસાન નહીં પહોંચાડે.
વિશ્વ
સ્વાસ્થ્ય સંગઠનમાંથી અમેરિકાના બહાર નીકળવા માટે ટ્રમ્પે ચીનને જવાબદાર ઠેરવ્યું છે.
તેમણે આરોપ લગાવ્યો કે ડબલ્યૂએચઓ કોવિડ-19 અને અન્ય આંતરરાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંકટનું
યોગ્ય રીતે સામનો કરી શક્યું નથી. તે સ્વતંત્ર રીતે કામ કરવા સફળ થયું નથી. તે અમેરિકા
પાસે અયોગ્ય રીતે વધુ ફંડની માગ કરે છે. ટ્રમ્પે પોતાના આદેશમાં ટિકટોક પર પ્રતિબંધને
7પ દિવસ માટે ટાળ્યો છે. ટ્રમ્પે પોતાના વિરોધીઓ પર નિશાનો સાધતાં ચીની સોશિયલ મીડિયા
એપ સાથે ભાવતાલ કર્યા છે. જે સાથે ટિકટોકે ફરી કામગીરી શરૂ કરી છે. ટિકટોકને જીવતદાન
આપીને ટ્રમ્પે પ0 ટકા ભાગીદારી અમેરિકા માટે સુનિશ્ચિત કર્યાનું મનાય છે. સોદાબાજીથી
અમેરિકાએ ચીનને નુકસાન કર્યું છે.
ટ્રમ્પે
આરોપ લગાવ્યો કે પનામા નહેર અંગે અમારી સાથે વચન તોડવામાં આવ્યું છે. અમેરિકી જહાજો
પાસેથી વધુ ટેક્સ વસૂલાય છે. પનામા નહેર મામલે ચીન પર નિશાનો સાધી કહ્યું કે આ નહેર
અમે પનામાને આપી હતી, ચીનને નહીં. ચીન હવે તેનું સંચાલન કરે છે અમે તે પાછી લઈ રહયા
છીએ.