• શુક્રવાર, 18 એપ્રિલ, 2025

મમતા બેનર્જી માટે સારો પતિ કેમ નથી શોધી લેતાં ?

પૂર્વ જજ માર્કંડેય કાત્ઝૂની ટિપ્પણીથી ભડકી ટીએમસી

કોલકત્તા, તા.10 : સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ માર્કંડેય કાત્ઝૂના એક નિવેદનથી ભારે વિવાદ સર્જાયો છે. તેમણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી માટે પતિ શોધવાની સલાહ આપતા તૃણમૂલ કોંગ્રેસ ભડકી ઉઠી છે. ટીએમસીના નેતા કુણાલ ઘોષે એકસ પર એક ફોટો શેર કર્યો છે જે અનુસાર બંગાળી મમતા બેનર્જી માટે કેમ એક સારો પતિ શોધી નથી લેતાં ? એવું લખેલું છે જેના પર ટીએમસી નેતાએ કાત્ઝૂને ધમકી આપી છે. તેમણે લખ્યું કે જો આવુ ખરેખર કોઈએ કહ્યું છે અને તેઓ માફી નથી માગી લેતાં, ડિલીટ નથી કરતાં, તો એ વાતથી કોઈ ફેર પડતો નથી કે તેઓ કયા પદ પર છે. જો મને જાણ થઈ કે તેઓ બંગાળમાં છે તો હું જઈને તેમને થપ્પડ મારીશ.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક