• રવિવાર, 05 એપ્રિલ, 2026

પ્રદૂષણની પીડા ગરીબોને વધુ : સુપ્રીમ

કાલે સુનાવણી પહેલાં મુખ્ય ન્યાયમૂર્તિની ટિપ્પણી : દિલ્હીની હવા ફરી જીવલેણ

નવી દિલ્હી, તા. 15 : પ્રદૂષણનો પ્રશ્ન પીડાકારી બનતો જાય છે. હવા ફરી જીવલેણ બનતાં દેશનાં દિલ દિલ્હીનું દર્દ ફરી વધ્યું છે, ત્યારે દેશના મુખ્ય ન્યાયપૂર્તિ સૂર્યકાંતે ગરીબ લોકોની ચિંતા કરી છે.

મુખ્ય ન્યાયમૂર્તિ બોલ્યા હતા કે, પ્રદૂષણ ફેલાવતી ગતિવિધિઓમાં મોટા ભાગે અમીર વર્ગની ભૂમિકા હોય છે અને પ્રદૂષણનો માર સૌથી વધુ ગરીબો પર પડે છે. કોર્ટમિત્ર અપરાજિતાસિંહે સહમતી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ગરીબ મજૂરોને આ સંકટની સૌથી વધુ અસર થાય છે.

દિલ્હી પ્રદૂષણના મામલા પર 17મી ડિસેમ્બરના સુનાવણી કરાશે, ત્યારે આ મુદ્દા પર વિસ્તારથી વિચાર કરાશે, તેવું સૂર્યકાંતે કહ્યું હતું. મુખ્ય ન્યાયમૂર્તિએ તર્ક આપ્યો હતો કે, લાખો લોકોની જીવનશૈલી અને આજીવિકાની અવગણના કરીને આદેશ ન આપી શકાય. ઉદાહરણ જોઇએ તો વાહન ચલાવવા સાવ બંધ કરી દેવાં કે તમામ નિર્માણકાર્યની પ્રવૃત્તિ રોકી દેવી વ્યાવહારિક નથી, તેવું તેમણે ઉમેર્યું હતું.

દરમ્યાન ગ્રેપ-4 લાગુ થવા છતાં દિલ્હીના વજીરપુર, રોહિણી જેવા ભાગોમાં વાયુ ગુણવત્તા આંક 500 નજીક પહોંચી ગયો છે.

પ્રદૂષણ એવું છે કે ઘરેથી દલીલો કરો : ઈઉંઈંની વકીલોને સલાહ

દિલ્હીમાં સતત બગડી રહેલી વાયુ પ્રદૂષણની સ્થિતિ વચ્ચે હાઇબ્રિડ મોડ અપનાવવા કહ્યું

નવી દિલ્હી, તા. 15 : દિલ્હીમાં બગડતી હવાની અસર ન્યાયપાલિકા ઉપર પણ પડી રહી છે. અહેવાલ છે કે સીજેઆઈ એટલે કે ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે ખરાબ મોસમની સ્થિતિને ધ્યાને રાખીને વકીલો અને વાદીઓને સુપ્રીમ કોર્ટમાં સૂચિબદ્ધ મામલા માટે હાઇબ્રિડ મોડનાં માધ્યમથી રજૂ થવાની સલાહ આપી છે.

સુપ્રીમ કોર્ટ પ્રશાસન દ્વારા રવિવારે જારી પરિપત્રમાં આ જાણકારી આપવામાં આવી હતી.

આ સલાહ એવા સમયે આપવામાં આવી છે જ્યારે દિલ્હીમાં વાયુ ગુણવત્તા સૂચકાંક (એક્યુઆઈ) 461 સુધી પહોંચી ગયો છે. જે વર્તમાન ઋતુનો સૌથી પ્રદૂષિત દિવસ નોંધાયો છે. સ્વાસ્થ્ય વિશેષજ્ઞોએ ખતરનાક હવાથી ગંભીર સ્વાસ્થ્ય જોખમની ચેતવણી આપવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, હવામાનની સ્થિતિને ધ્યાને રાખીને ભારતના મુખ્ય ન્યાયાધીશે સલાહ આપી છે કે જો સુવિધાજનક હોય તો બારના સભ્ય પોતાના કેસ માટે વીડિયો કોન્ફરન્સ મારફતે હાઇબ્રિડ મોડનો ઉપયોગ કરે.

 

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક