દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે ઉપર ભયાનક દુર્ઘટના : 20 લોકો ઘવાયા
નવીદિલ્હી,તા.1પ:
ઉત્તર ભારતનાં મોટાભાગનાં વિસ્તારોમાં આજે સવારે ગાઢ ધુમ્મસની ચાદર ફરી વળી હતી. આ
ગાઢ ધુમ્મસનાં કારણે માર્ગ પરિવહન મોટાપાયે પ્રભાવિત થયું હતું. આ વખતે ઋતુની પહેલી
ઝાકળનાં કારણે આજે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે ઉપર એક પછી એક કરીને કુલ 25 વાહનો ટકરાઈ
ગયા હતાં અને આ ભીષણ અકસ્માતમાં 4 લોકોનાં મૃત્યુ નીપજ્યા હતાં. આ ઉપરાંત 20 જેટલા
લોકો આમાં ઘવાયા હતાં.
અત્યાર
સુધીમાં મળેલી જાણકારી અનુસાર આ ભયાનક અકસ્માતમાં ધુમ્મસની જેમ જામફળ પણ બહુ મોટું
કારણ છે. એક ટ્રક પલટી જતાં તેમાં ભરેલા જામફળ માર્ગ ઉપર ઢોળાઈ ગયા હતાં. જેને પગલે
પાછળ આવતા વાહનો તેનાં ઉપર લપસવા લાગ્યા હતાં અને બેકાબૂ બની ગયા હતાં. રસ્તે વિખેરાયેલા
જામફળનાં કારણે વાહનોમાં બ્રેક લાગી નહોતી અને તેમાં ઉપરાઉપરી 25 જેટલી કાર ટકરાઈ ગઈ
હતી.
દિલ્હીમાં
ધુમ્મસનાં કારણે 61 ફ્લાઈટ રદ
નવીદિલ્હી,તા.1પ:
માર્ગ પરિવહનની જેમ જ ધુમ્મસનાં કારણે આજે હવાઈ સેવા પણ ખોરવાઈ હતી. દિલ્હી એરપોર્ટ
ઉપર બપોરે 12.30 વાગ્યા સુધીમાં કુલ મળીને 61 વિમાનની ઉડાનો ઘટ્ટ ઝાકળનાં કારણે રદ
કરવી પડી હતી. જ્યારે પાંચ વિમાનોને ડાયવર્ટ કરી દેવામાં આવ્યા હતાં. દિલ્હીમાં આજે
ખુબ જ ગાઢ ઝાકળ હતી અને તેનાં કારણે દૃશ્યતા ઘટીને 100 મીટર કરતા પણ ઓછી થઈ ગઈ હતી.
જેને પગલે વિમાનની ઉડાન અને ઉતરાણમાં ભારે સમસ્યાઓ પેદા થઈ હતી.