• શુક્રવાર, 16 જાન્યુઆરી, 2026

મ્યાંમાર નરસંહાર : આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ચાલશે સુનાવણી

રોહિંગ્યાઓને મળશે ન્યાય ? ઐતિહાસિક ખટલામાં નક્કી થશે નરસંહારની પરિભાષા

નવીદિલ્હી, તા.12 : મ્યાંમારમાં રોહિંગ્યા મુસ્લિમ લઘુમતીના કથિત નરસંહારના કેસમાં હેગ સ્થિત આંતરરાષ્ટ્રીય અદાલત(આઇસીજે)માં ઐતિહાસિક સુનાવણી શરૂ થઈ રહી છે. આ કોર્ટને સંયુક્તરાષ્ટ્રની સૌથી મોટી અદાલત કે વિશ્વ ન્યાયાલય પણ કહેવામાં આવે છે.

આ સુનાવણી ધ ગેબિયા વિરુદ્ધ મ્યાંમાર હેઠળ થઈ રહી છે અને આમાં 11 દેશે હસ્તક્ષેપ કરેલો છે. દાયકા કરતાં અધિક સમયમાં આ પહેલો એવો કેસ હશે જેની સુનાવણી આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પૂરી થશે. નિષ્ણાતોનું માનવું છે કે, તેનો ફેંસલો માત્ર મ્યાંમાર જ નહીં બલકે અન્ય આંતરરાષ્ટ્રીય કેસ, ખાસ કરીને દક્ષિણ આફ્રિકા અને ઈઝરાયલ વિરુદ્ધ ગાઝાના નરસંહાર મુદ્દે થયેલા કેસમાં પણ અસર કરશે.

મ્યાંમાર સરકાર તરફથી તમામ આરોપોને નકારી દેવામાં આવ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા મ્યાંમારની સ્વતંત્ર તપાસ માટે નિયુક્ત સમિતિનાં પ્રમુખ નિકોલસ કૂંજિયને કહ્યું હતું કે, આ કેસ હવે નરસંહારની પરિભાષા નક્કી કરશે અને તેને સાબિત કરવાનાં માપદંડ કેવા રહેશે તે પણ સ્પષ્ટ થશે. આ કેસ ભવિષ્યના આવા બનાવો માટે મહત્ત્વપૂર્ણ દાખલો બેસાડશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક