• શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2026

મોદીની કારકિર્દી ઉપર ટ્રમ્પની વિવાદિત ટિપ્પણી : ઉચિત કાર્યવાહી કરાશે

ટ્રમ્પે ગત ઓક્ટોબરમાં કહેલું, મોદીની રાજકીય કારકિર્દી બરબાદ કરવા નથી માગતો

નવી દિલ્હી, તા.12: રશિયા પાસેથી ઓઈલની ખરીદી મુદ્દે ભારત અને અમેરિકા વચ્ચે તનાવ મધ્યે ગત ઓક્ટોબર માસમાં આડેધડ અને અવિચારી નિવેદનો કરવા પંકાયેલા અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજકીય કારકિર્દી બરબાદ કરવા નથી માગતાં. આ મુદ્દે હવે વિદેશ મંત્રાલય તરફથી પ્રતિક્રિયા આપવામાં આવી છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, આમાં ઉચિત કાર્યવાહી કરવામાં આવશે.

વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા જયસ્વાલે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીની રાજકીય કારકિર્દી ઉપર ટ્રમ્પની ટિપ્પણીનો વીડિયો તેમણે જોયેલો નથી પણ વિદેશ મંત્રાલય આમાં ઉચિત કાર્યવાહી કરશે.  ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે 1પ ઓક્ટોબર 202પનાં રોજ આવી વિવાદિત ટિપ્પણી કરી હતી અને તેનો વીડિયો ફરીથી સોશિયલ મીડિયામાં ઝળક્યો છે. ત્યારે વિદેશ મંત્રાલયે હવે તેનાં ઉપર યોગ્ય પગલાં લેવામાં આવશે તેવું કહ્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક