• શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2026

તાલાલા નગરપાલિકાનાં મહિલા સભ્યનાં પુત્ર ઉપર છરીથી હુમલો

આંબેડકરનગર ચોકમાં જાહેરમાં ગાળો બોલવાનીના પાડતાં ઉશ્કેરાયેલ શખસોએ હુમલો કર્યો 

તાલાલાગીર,તા.12: તાલાલા નગરપાલિકાના મહિલા સભ્યના પુત્ર ઉપર છરીથી જીવલેણ હુમલો કર્યાની તાલાલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા શહેરમાં ભારે ચકચાર ફેલાઈ છે.

આ બનાવ અંગે તાલાલા પોલીસને આપેલી ફરીયાદમાં વિજયભાઈ સોંદરવા એ જણાવ્યું છે કે તાલાલા શહેરમાં આંબેડકર નગર ચોકમાં ઓટલા ઉપર બેસી કાયમી ગાળો બોલી,માર્ગ ઉપરથી પસાર થતા લોકોની ઠઠ્ઠા મશ્કરી કરતા જાહીર જાકીરભાઈ અલાઈ ઉર્ફે કાદુ, તુષાર જાવીદભાઈ ચૌહાણ ઉર્ફેબોસ, અર્પિત દિવ્યેશ વાળાને ગાળો બોલી લોકોને પજવવાની નાં પાડતા ઉશ્કેરાયેલા ત્રણ શખ્સોએ મારા નાનાભાઈ મહેશ જેન્તીભાઇ સોંદરવાને બેફામ ગાળો આપી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી આપી હતી.આ બનાવ અંગે જાહીર ઉર્ફે કાદુનાં પિતાને ફરીયાદ કરવા આ વિસ્તારના અગ્રણીઓ સાથે રમળેચી રોડ ઉપર આવેલા તેમના ઘરે ગયા હતા ત્યારે ઉશ્કેરાયેલા જાહીર ઉર્ફે કાદુએ અગ્રણીઓની હાજરીમાં વિજયભાઇ સોંદરવાને જાનથી મારી નાખવાની ધમકી આપી છરીથી હુમલો કર્યો હતો.આ હુમલામાં વિજયભાઈને હાથમાં તથા શરીરના ત્રણ જગ્યાએ છરીના ઘા લાગતાં ગંભીર ઈજા સાથે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક