નવી દિલ્હી, તા.1ર : સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના નેતૃત્વ હેઠળની સમિતિ ડીએસી દ્વારા ફ્રાંસથી 114 રાફેલ લડાકુ વિમાનો અને અમેરિકાથી 6 પી-81 સમુદ્રી પેટ્રોલિંગ વિમાનની સૌથી મોટી સંરક્ષણ ખરીદીને મંજૂરી આપવામાં આવી છે.
સંરક્ષણ
પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં સમિતિએ 114 વધારાના રાફેલ વિમાનોની ખરીદીને મંજૂરી
આપતા ભારતીય વાયુસેનાની લડાયક ક્ષમતા મજબૂત થશે. અંદાજિત ખર્ચ રૂ.3.25 લાખ કરોડ છે.
18 રાફેલ ફ્રાંસથી તૈયાર આવશે અને મેક ઇન ઇન્ડિયા પહેલ હેઠળ બાકીના ભારતમાં ઉત્પાદન
થશે. આ સોદામાં સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી (સીસીએસ) તરફથી અંતિમ મંજૂરી બાકી છે.
ભારતની
સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત બનાવવા તરફ એક મોટું પગલું ભરતા સંરક્ષણ સંપાદન પરિષદ (ડીએસી)
એ રાફેલ યુદ્ધ વિમાનોની ખરીદીને મંજૂરી આપી છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં
ગુરુવારે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ભારતીય વાયુસેનાની લડાયક ક્ષમતા
અને આધુનિકીકરણ યોજનાઓમાં આ એક મહત્ત્વપૂર્ણ વધારો છે. ડીએસી ભારત સરકારની સર્વોચ્ચ
સંરક્ષણ ખરીદી સમિતિ છે જેની અધ્યક્ષતા સંરક્ષણ પ્રધાન કરે છે અને તેમાં ચીફ ઓફ સ્ટાફ,
સંરક્ષણ સચિવ અને અન્ય અધિકારીઓનો સમાવેશ થાય છે.
અહેવાલ
મુજબ ડીએસીની બેઠકમાં રાફેલ ઉપરાંત અન્ય આધુનિક શસ્ત્રોનાં સંપાદન પર ચર્ચા થઈ હતી.
જેમાં ફ્રાન્સ પાસેથી સ્કેલ્પ ક્રૂઝ મિસાઇલ, અમેરિકા પાસેથી મેરીટાઇમ સર્વેલન્સ એરક્રાફ્ટ
અને ભારતના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ સુદર્શન ડિફેન્સ કવચ માટે એસ-400નો સમાવેશ થાય
છે. વધુમાં મંત્રાલયે સંરક્ષણ અને વિકાસ સંગઠન દ્વારા વિકસિત એક લાખ વિભાવ પોઇન્ટ એન્ટી-ટેન્ક
માઇન્સ માટે મંજૂરી આપવાની શક્યતા વ્યક્ત કરી છે.