• સોમવાર, 27 એપ્રિલ, 2026

મમતા સરકારે માતાઓને રડાવી : મોદી

ભાજપ સરકાર બનશે તો મહિલાઓને 5 લાખ રૂપિયા સુધીનો મફત ઈલાજ મળશે

કોલકાતા, તા.26 : પશ્ચિમ બંગાળના બોંગાંવમાં રવિવારે (26 એપ્રિલ) યોજાયેલી વિજય સંકલ્પ સભામાં વડાપ્રધાન નરેદ્ર મોદીએ તૃણમૂલ કોંગ્રેસ (TMC) પર આકરા પ્રહાર કર્યા હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, TMCની નિર્મમતા એ બંગાળની ઓળખ (મા, માટી અને માનુષ)ને ભારે નુકસાન પહોંચાડયું છે. 15 વર્ષ પહેલા TMC  ‘મા-માટી-માનુષ’ના નારા સાથે સત્તામાં આવી હતી, પણ આજે તેમના મોઢેથી આ શબ્દો પણ નીકળતા નથી. જો તેઓ તેનો ઉલ્લેખ કરશે તો તેમના પાપ બહાર આવી જશે. TMCની નિર્મમતા એ માતાઓને રડાવી, માટીને માફિયાઓ અને ઘૂસણખોરોને સોંપી દીધી અને માનુષને સ્થળાંતર માટે મજબૂર કરી દીધા છે.  પીએમ મોદીએ કહ્યું કે, બંગાળ પાસે અગણિત શક્યતાઓ છે અને આ રાજ્ય ફરીથી દેશનું નંબર 1 રાજ્ય બની શકે છે. પીએમ મોદીએ નેતાજી સુભાષચંદ્ર બોઝને યાદ કરતાં કહ્યું કે, નેતાજીએ કહ્યું હતું, ‘તમે મને લોહી આપો, હું તમને આઝાદી આપીશ.’ આજે બંગાળને તમારા એક મતની જરૂર છે. તમે અમને તમારો મત આપો, અમે તમને TMCથી મુક્તિ અપાવશું.

-----------------

100 મીટર દૂર ભાજપની સભા; મમતા મંચ છોડીને ચાલ્યાં ગયાં!

કોલકાતા, તા. 26 : પશ્ચિમ બંગાળમાં સત્તાના સંગ્રામ વચ્ચે એક ગજબની સ્થિતિ જોવા મળી. પોતાની રેલીથી 100 મીટર દૂર ભાજપની સભાના અવાજ સંભળાતાં મુખ્યમંત્રી મમતા બેનર્જી મંચ છોડીને ચાલ્યાં ગયાં હતાં. ભવાનીપુરની આ ઘટનામાં ભાષણ અધૂરું છોડીને ચાલ્યાં ગયેલાં તૃણમૂલ સુપ્રીમોએ આરોપ મૂક્યો હતો કે, મારી સભામાં અવરોધ સર્જવા ભાજપે પોતાનાં લાઉડસ્પીકર ઊંચાં રાખ્યાં હતાં.

 

ઇ-પેપરના નવા શુલ્ક